<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

અંતે એ વોન્‍ટેડ મહીલા દિલ્‍હીને બદલે ઉતરપ્રદેશથી ઝડપી લેવાઇ

નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ થતાં રેન્‍જ આઇજી પ્રેમ વીરસિંહ અને એસપી સુશીલ અગ્રવાલ દ્વારા પીઆઇ દીપક કોરાટ ટીમને જવાબદારી સુપ્રત કરવાનો નિર્ણય સાર્થક પુરવાર નવસારી એલસીબી પીઆઇનાં નેતળત્‍વમાં પીએસઆઈ વાય.જી.ગઢવી, પીએસઆઈ એસ. વી.આહિર, પીએસઆઈ આર. એસ.ગોહિલ તથા પોલિસમેન અવિનાશસિંહ તથા કુલદીપસિંહની જહેમત રંગ લાવી

રાજકોટ તા.૧૨: નોકરીઓ અપાવવાના બહાને ૩૧ લાખથી વધુ રકમની છેતરપીંડી કરનાર મહિલા આરોપીને કોઈ પણ ભોગે ઝડપી પાડવા સુરત રેન્‍જ આઇજી પ્રેમવીરસિંંહ તથા નવસારી એસપી સુશીલ અગ્રવાલ દ્વારા ચર્ચાઓ બાદ બનાવની ગંભીરતા સમજી ફરારી મહિલા આરોપીને શોધવાની કામગીરી નવસારી એલસીબી પીઆઇ દીપક કોરાટ ટીમને સુપ્રત કરવાનો નિર્ણય સાર્થક સાબિત થયો છે, એલસીબી ટીમ દ્વારા મહિલા પોલિસને સાથે રાખી પ્રથમ દિલ્‍હી અને  ત્‍યારબાદ વોન્‍ટેડ મહિલા આરોપી ઉતર પ્રદેશ હોવાનું ટેકનિકલ સર્વેલન્‍સ તથા પીઆઇ દીપક કોરાટ ટીમના  વિશાળ બાતમી નેટવર્ક આધારે શોધી કાઢો અંતે એ વોન્‍ટેડ મહિલા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે.

ગત તા.૦૯/૦૩/૨૦૨૪ના રોજ નવસારી ટાઉન પો.સ્‍ટે.ઈ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ અને ગુનાની તપાસ એસ.જી.કડીવાલા પો.સ.ઈ નવસારી ટાઉન પો.સ્‍ટે.નાઓ કરતા હોય ગુનામાં સંડોવાયેલ આરોપી બેન રીશીદા રોશનસીંગ ઠાકુર રહે.ડી-૨૩૮, શીવાની રેસીડન્‍સી, ઘેલખડી, વિજલપુર નગરપાલિકાની સામે, તા.જી.નવસારીનાઓ ગુનો દાખલ થયા બાદ નાસી ગયેલ અને ગુનાના કામે આજદિન સુધી નાસતા ફરતા હતા.

પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીર સીંગ સુરત વિભાગ, સુરત તથા શ્રી સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક, નવસારી નાઓએ ઉકત ગુનાના કામે નાસતા ફરતા આરોપી બેન રીશીદા રોશનસીંગ ઠાકુર રહે.ડી-૨૩૮, શીવાની રેસીડન્‍સી, ઘેલખડી, વિજલપુર નગરપાલિકાની સામે, તા.જી.નવસારી નાઓની તપાસ કરી શોધી કાઢવા માટે ડી.એસ.કોરાટ, પોલીસ ઇન્‍સ્‍પેકટર, એલ.સી.બી.નવસારી નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.

ઉપરોકત સુચના અંગે અસરકારક કામગીરી કરવા ડી.એસ.ફોરાટ, પોલીસ ઇન્‍સ્‍પેકટર, એલ.સી.બી.નવસારી નાઓએ એલ.સી.બીના પીએસઆઇ વાય.જી.ગઢવી, પીએસઆઇ એસ.વી.આહીર, પીએસઆઇ આર.એસ.ગોહિલ તથા પોલીસ કર્મચારીઓને તહો.બેનને શોધી કાઢવા ખાનગી બાતમીદારો રોકી બાતમી હકીકત મેળવવા તેમજ ટેકનીકલ સોર્સથી તપાસ કરવા અને ઉપરોકત હુકમનું ચુસ્‍તપણે પાલન થાય તેવી સુચના આપેલ.

જે અન્‍વયે તા.૦૭/૦૬/૨૦૨૪ના રોજ એલ.સી.બી ટેકનીકલ સેલના પીસી અવિનાશસિંંહ જગજીતસિંંહ, પીસી કુલદીપસિંહ વિક્રમસિંહ નાઓને સોર્સથી માહિતી મળેલ કે, રીશીદા રોશનસીંગ ઠાકુર રહે.ડી-૨૩૮, શીવાની રેસીડન્‍સી, ઘેલખડી, વિજલપુર નગરપાલિકાની સામે, તા.જી.નવસારી નાઓ ન્‍યુ દિલ્લી તરફ નાશી ગયેલ છે. જેથી મજકુર આરોપીબેનની દિલ્લી ખાતે તપાસ કરી મળી આવેથી પકડી પાડી ગુનાના કામે લાવી રજુ કરવા નવસારી રૂરલ પો.સ્‍ટે.ના વુ.પો.સ.ઈ એમ.એમ.મોર્યા, તથા એલ.સી.બી સ્‍ટાફના પોલીસ કર્મચારીઓની ટીમ રવાના કરવામાં આવેલ.

ટેકનીકલ સોર્સ આધારે તપાસ ટીમના પોલીસ અધિકારી/કમર્ચારીઓએ મજકુર આરોપી બેનની દિલ્લી ખાતે તપાસ કરતા તહો.બેન યુ.પી તરફ જતા રહેલ હોવાનું અને સમળધી ગ્રાન્‍ડ એવન્‍યુ, પોષ્ટ રોઝા થાણા જલાપુર, ગ્રેટર નોઇડા યુ.પી ખાતે રહેતા હોવાનું જણાય આવેલ જેથી તપાસ ટીમ દિલ્લીથી રવાના થઇ યુ.પીના ઉકત સરનામે જઇ ગુપ્ત રાહે તપાસ કરતા મજકુર તહો.બેન ઉકત જણાવેલ સરનામે રહેતા હોવાનું જણાય આવતા તપાસ ટીમે સ્‍થાનિક પોલીસની મદદ મેળવી તપાસ કરી પકડી પાડી અત્રે લઇ આવતા અને ગુનાની તપાસ પો.સ.ઈ એસ.જે.કડીવાલા નવસારી ટાઉન પો.સ્‍ટે.નાઓ કરતા હોય તેઓએ મજકુર તહો.બેનના વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે અને આ ગુનાના કામે વોન્‍ટેડ અન્‍ય આરોપીઓની તપાસ તજવીજ નવસારી એલ.સી.બી ધ્‍વારા હાથ ધરવામાં આવેલ છે.

(1:41 PM IST)