<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

સુરત એરપોર્ટ ફાઇટર પ્‍લેન તેજસનું ઇમરજન્‍સી લેન્‍ડિંગ

વિમાનમાં સેન્‍સરમાં ખામી સર્જાતા ફયુલ ઓછું બતાવેલઃ ઇમરજન્‍સી લેન્‍ડિંગ કરાવવામાં આવતા આશ્ચર્ય સર્જાયેલ

સુરત તા. ૧રઃ ફાઇટર વિમાન તેજસનું એરપોર્ટ પર ઇમરજન્‍સી લેન્‍ડિંગ થયુ છે. જેમાં સેન્‍સરમાં ખામીથી ફયૂઅલ ઓછું દર્શાવતા લેન્‍ડિંગ કરાયું હતુ. તેમજ દિલ્‍હી ટીમ તપાસ કરીને કારણોની સમીક્ષા કરે પછી જ ટેક ઓફ કરશે. તેજસ વિમાનનુ લેન્‍ડ કર્યા બાદ તેની જાણ એરફોર્સને પણ કરવામાં આવી હતી.

ફાઇટર વિમાન તેજસને સુરત એરપોર્ટ પર ઇમરજન્‍સી લેન્‍ડિંગ કરાવવામાં આવતા સૌને આશ્વર્ય થયું હતુ. કારણ કે તેજસ વિમાનને ટેકઓફ કરતા પહેલા તમામ પાસાઓની ખાસ ચકાસણી કર્યા બાદ જ તેને ટેકઓફ કરવામાં આવતું હોય છે. તેમ છતાં સુરત એરપોર્ટ પર ઇમરજન્‍સી લેન્‍ડિંગ કરવાની સ્‍થિતિ ઊભી થઇ હતી. તેજસ વિમાનના સેન્‍સરમાં ખામી સર્જાવાના કારણે તેમાં ફયૂઅલ ઓછું હોવાનું દર્શાવવામાં આવતુ હતુ. ફયૂઅલ ઓછુ હોવાનો મેસેજ મળતા જ તેજસ વિમાનના પાયલટે તેની જાણ એરપોર્ટના ટ્રાફિક કંટ્રોલરને કરી હતી. નજીકમાં સુરત એરપોર્ટ હોવાના કારણે તેજસનું સુરત એરપોર્ટ પર લેન્‍ડ કરવામાં આવ્‍યુ હતું.

(2:56 PM IST)