News of Wednesday, 12th June 2024
સૌરાષ્ટ્ર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ૬ દિ' વરસાદની આગાહી
અસહ્ય ઉકળાટ યથાવત : લોકો પરસેવે રેબઝેબ

અમદાવાદ, તા. ૧ર : ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ મધ્ય-દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ૬ દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે જ આવતીકાલે રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા લોકોને દિવસે કાળઝાળ ગરમીથી રાહત મળી છે. જો કે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારો વધ્યો છે. તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ અસહ્ય ઉકળાટમાં લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.
અમરેલી, મહિસાગર, છોટા ઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, નર્મદા, ભાવનગર, દાહોદ, ભરૂચ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
અમરેલી, મહિસાગર, છોટા ઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, નર્મદા, ભાવનગર, દાહોદ, ભરૂચ અને ગીર સોમનાથ.
ગુરૂવારઃ વડોદરા, સુરત, પંચમહાલ, અમરેલી, મહિસાગર, છોટા ઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, નર્મદા, ભાવનગર, દાહોદ, ભરૂચ અને ગીર સોમનાથ.
શુક્રવારઃ સુરત, અમરેલી, વલસાડ, ડાંગ, ભાવનગર, નવસારી અને ગીર સોમનાથ.શનિવારઃ સુરત, અમરેલી, વલસાડ, ડાંગ, ભાવનગર, નવસારી અને ગીર સોમનાથ
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
