તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
જમ્મુમાં આંતકી હુમલો અને સુરતમાં મંદિરો તોડવાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદનો આક્રોશ
કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવીને રજુઆત

સુરત,તા.૧૨ : સુરત શહેરમાં વર્ષો જુના મંદિરોને તોડી માટે નોટીસ આપવામાં આવી છે. જેને લઈને સુરતમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો કલેકટર કચેરી ખાતે એકઠા થયા હતા અને રામધુન કરીને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી.
સુરત કલેકટર હસ્તક મુખ્યમંત્રીને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં બસ પર થયેલા આંતકવાદી હુમલા અને સુરત શહેરમાં મંદિરોને તોડી પાડવા માટે અપાયેલી નોટીસના સંદર્ભમાં આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો કલેકટર કચેરી ખાતે એકઠા થયા હતા અને રામધુન કરીને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી.
બજરંગ દળના દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રમુખ કમલેશભાઈ ક્યાડાએ જણાવ્યું હતું કે, ૅઆજે બે વિષયોને લઈને આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે. જેમાં પહેલો મુદ્દો એ છે કે જમ્મુ કશ્મીરમાં માતા-વૈષ્ણોદેવીના દર્શનાથે જતી બસ પર જે આંતકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલાના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જ્યારે બીજો વિષય છે કે સુરત શહેરમાં વર્ષો જુના ૧૧થી ૧૨ જેટલા પૌરાણિક રોડ પર જે મંદિરો આવેલા છે તે મંદિરોને તોડી પાડવાની નોટીસ આપવામાં આવી છે તો આ મંદિરો ના તૂટે એના માટે આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે.
વધુમાં જાણાવ્યું હતું કે, અમારે કોઈ રાજકીય પાર્ટી સાથે લેવા દેવા નથી. હિન્દુત્વની વાત કરવા વાળા અલગ હોય છે અને હિન્દુત્ત્વનું કામ કરવા વાળા અલગ હોય છે. કોઈ પણની સરકારમાં મંદિર તૂટે એ વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ સહન કરશે નહીં.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
