<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

અતિથિ દેવો ભવઃ ગુજરાત પોલીસને 'શ્રેષ્ઠ પ્રવાસન સુરક્ષા' પુરસ્કાર એનાયત

રાજકોટઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વિકસાવાઇ રહ્યો છે. સોૈરાષ્ટ્રના ગીર, કચ્છના રણ વિસ્તારો અને ગુજરાતના જંગલો તેમજ દેવસ્થાનો ઉપર ભારત જ નહિ દુનિયાભરમાંથી પ્રવાસીઓ સતત આવતાં રહે છે. પ્રવાસીઓની સલામતિના ઉચ્ચધોરણો જાળવવા બદલ ગુજરાત પોલીસને 'શ્રેષ્ઠ પ્રવાસન સુરક્ષા' પુરસ્કાર એનાયત થયો છે. ગુજરાત પોલીસે આ માટે તંત્રનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે અમે ગુજરાતમાં આવનાર પ્રવાસીઓને સુરક્ષા અને સહાયતાના ઉચ્ચતમ ધોરણો પહોંચાડવા માટે પ્રતિબધ્ધ છીએ જે સાથે તેમનો ગુજરાત પ્રવાસનો અનુભવ યાદગાર અને સલામત બની રહે. તસ્વીરમાં રાજ્યના ટુરિઝમ મંત્રીશ્રી મુળુભાઈ બેરા પાસેથી એવોર્ડ સ્વીકારી રહેલા રાજ્યના પોલીસવડાશ્રી વિકાસ સહાય નજરે પડે છે, બાજુમાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દર્શાય છે. (તસ્વીર અને અહેવાલઃ કેતન ખત્રી અને ગૌરવ ખત્રી અમદાવાદ)

(4:40 PM IST)