<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

વડોદરામાં નામાંકિત ઈ બાઈક બનાવતી કંપની સીલ કરાઈ

સુરત બાદ હવે વડોદરામાં સીલની કામગીરી શરૃ થઈ :આજવા રોડ પર આવેલ બાઈક બનાવતી કંપનીને ફાયર NOC અને BU પરમીશન ન હોવાના કારણે સીલ કરી

વડોદરા,તા.૧૨

સુરત બાદ હવે વડોદરામાં સીલની કામગીરી શરૃ થઈ છે. શહેરમાં બાઈક બનાવતી ઈ કંપનીને સીલ કરવામાં આવી છે. પાલિકાએ શહેરનાં આજવા રોડ પર આવેલ બાઈક બનાવતી કંપનીને ફાયર NOC અને BU પરમીશન ન હોવાના કારણે સીલ કરી. જો કે એવી આશંકા છે કે સીલ કર્યું હોવા છતાં કંપનીમાં કામ ચાલુ છે. કંપનીના કર્મચારીઓ કામ કરવા માટે બીજા ગેટથી પ્રવેશ કરી રહ્યા છે.

શહેરમાં પ્રશાસન દ્વારા રાજકોટ અગ્નિકાંડ બાદ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્રે શહેરના વ્યવસાયિક, શૈક્ષણિક અને મનોરંજનના સહિતના તમામ એકમો પર સઘન ચકાસણી પ્રક્રિયા હાથ ધરી છે. દરમ્યાન અનેક એકમો પર પ્રશાસનનો દોરડો વિંઝાયો છે અને જરૃરી સુવિધાના અભાવે એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે. અગાઉ મે મહિના દરમ્યાન શહેરમાં જોય ઈબાઈક બનાવતી કંપની જોય ઈબાઈકમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી.

ફાયર વિભાગને મોડી રાત્રે આગ લાગવાનો કોલ મળ્યો હતો. જેના બાદ તાત્કાલિક કાર્યવાહી કરતા ફાયરવિભાગે ૫ કલાકની મહામહેનત આ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાની ઘટના પ્રાથમિક તપાસમાં કંપની ઇલેકટ્રીક વાહનો અને ડ્રાય બેટરીમાં ઓવર હિટિંગના કારણે બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું.

(9:41 PM IST)