તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
રાજપીપળા સ્થિત નર્મદા એ.આર. ટી.ઓનું પાંચ દિવસથી ઇન્ટરનેટ બંધ રહેતા અરજદારોને ધક્કા
લાઇસન્સ માટે દૂર દૂરથી આવતા અરજદારો નેટ બંધ હોવાથી વિલા મોઢે પાછા ફરે છે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા વાવડી રોડ પર આવેલ નર્મદા જિલ્લા એઆરટીઓમાં પાચ દિવસથી ઇન્ટરનેટ બંધ હોવાથી અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે
મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લા એઆરટીઓમાં જિલ્લામાં એકજ સ્થળે લાઇસન્સ સહિતની કામગીરી ત્યાં થાય છે પરંતુ હાલમાં લગભગ પાંચ દિવસથી ત્યાં ઇન્ટરનેટ બંધ હોવાથી અરજદારો ધક્કા ખાઈ પરત ફરી રહ્યા છે, જોકે નેટ જેવી બાબતમાં એઆરટીઓનો કોઈ વાંક નથી પરંતુ કોઈ એકજ કંપનીનું નેટ ઉપયોગમાં લેતા અન્ય ઘણી કચેરીઓ કે બેન્કો માં આવા ધાંધિયા જરૂર જોવા મળે છે. ખાટલે મોટી ખોડની જેમ આપણા દેશમાં ભલે વિદેશી નીતિ નું અનુકરણ કરવામાં આવ્યું અને બધું ઓનલાઇન થયું પરંતુ વિદેશોમાં કોઈપણ બાબતની સમસ્યા નું તાત્કાલિક સમાધાન થતું હોય છે જેની સામે આપણા દેશમાં કોઈપણ બાબત ગોકળ ગાય ની ગતિ થી ચાલતી હોવાથી ઑનલાઇન જેવી વિદેશી સિસ્ટમ આપણા દેશ માટે કામ લાગે તેમ નથી જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર ના લોકો ને તો ઓનલાઇન બાબતે કોઈ ખાસ નોલેજ પણ નથી હોતું તેવા સમયે કેટલીક બેન્કો કે અન્ય કચેરીઓમાં કામ અર્થે જતા લોકો અટવાઈ જાય છે.હાલ આપણે વાત કરીએ એઆરટીઓ ની તો ત્યાં આખા જિલ્લા માંથી લાઇસન્સ સહિતના કામ માટે આવતા દૂર દૂરના ગામડાના લોકો ભાડું કે પેટ્રોલ બગાડી આવે તો છે પરંતુ સર્વર બંધ હોવાના કારણે પરત ફરતા તેમને આર્થિક ફટકો જરૂર વેઠવો પડે છે
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
