તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
રાજપીપળા સિવિલમાં ઇન્ટરનેટ બંધ થતાં સવારથી કેસ બારી ઉપર દર્દીઓની લાંબી કતાર
સર્વરની સમસ્યા આવતા મેન્યુઅલી વ્યવસ્થા કરી જેમાં વધુ સમય લાગતા દર્દીઓ કલાકો ઊભા રહેવા મજબૂર બન્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાની સિવિલ હોસ્પિટલ હંમેશા ચર્ચા માં રહે છે જેમાં સવારથી કેસ બારી પર ઇન્ટરનેટ બંધ થતાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી હતી
મળતી વિગતો અનુસાર આજે સવારથી રાજપીપળા સિવિલ હોસ્પિટલની કેસ બારી પરનું ઇન્ટરનેટ અચાનક બંધ થઈ જતાં કેસ બારી ઉપર દર્દીઓએ કલાકો ઊભા રહેવું પડ્યું હતું, કોઈપણ દર્દી સારવાર અર્થે જાય તો સૌ પ્રથમ કેસ જરૂરી હોય છે પરંતુ કેસ બારીનું જ નેટ બંધ હોવાના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ ત્યાં રાહ જોઈ ઉભેલા હતા ત્યારે બીજી તરફ એમ પણ જોવા મળ્યું કે કેસ કઢાવ્યા વિના ડોકટર પણ દર્દીની તપાસ ના કરે માટે ડોકટરો પણ દર્દીની રાહ જોઈ બેઠેલા હતા જો સમય મર્યાદામાં કેસના નીકળી શકે તો ડોકટર ચાલ્યા જાય અને દૂર દૂરના ગામડાઓમાંથી સારવાર માટે આવેલા દર્દીઓએ ક્યાતો બપોર સુધી બેસી રહેવું પડે અથવા પરત ફરી બીજા દિવસે આવવું પડે, જેમાં દર્દીને આવવા જવાનો આર્થિક ફટકો પણ પડે જોકે નેટ બંધ થયા બાદ મેન્યુઅલી કામગીરી ચાલુ કરાઈ હતી પરંતુ તેમાં વધુ સમય નીકળતા અમુક દર્દીઓ ડોકટર ને બતાવી શક્યા ન હતા.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
