<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

આડા સંબંધનો વ્હેમ રાખી પતિ એ જ પત્નીને કુહાડીના ઉપરાછાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી

તિલકવાડા તાલુકાના ઉચાદ ગામમાં ઘર જમાઈ રહેતા અને મજૂરીકામ કરતા હત્યારા પતિએ પત્ની પર શંકા કરી નિર્મમ હત્યા કરતા ધરપકડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉચાદ ગામમાં પતિ એ પત્ની પર શંકા કરી કુહાડીના ઘા મારી હત્યા કરતા પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ થયો છે
મળતી માહિતી અનુસાર અમરતીબેન ઘીરીયાભાઈ લલ્લુભાઈ ભીલ(રહે,ઉચાંદ પટેલ ફળિયું તા.તિલકવાડા જી.નર્મદા નાઓ )એ આપેલી ફરિયાદ મુજબ તેમની એકની એક દીકરી શુશીલાબેનના લગ્ન આજથી વીસ વર્ષ પહેલાં મહેશભાઇ છગનભાઇ ભીલ( ઉ.વ.૪૪\) (રહે. ચોર-મહુડી તા.તિલકવાડા જી.નર્મદા હાલ રહે.ઉચાદ તા. તિલકવાડા જી.નર્મદા )સાથે થયેલા ત્યારબાદ હાલ એક ૧૭ વર્ષીય દીકરી પણ છે અને જમાઈ મહેશ તેમજ દીકરી સુશીલા મજૂરી કામ અર્થે કાઠિયાવાડ તરફ ગયા હતા ત્યારબાદ હાલમાં એક સંબંધીનું મરણ થતા દીકરી અને જમાઈ બંને ઉચાદ આવ્યા હતા, હાલ ચોમાસું આવવાનું હોવાથી ઘરની અડાડીની થાંભલી બરાબર નહિ હોવાથી દીકરી અને જમાઈ કુહાડી લઈ થાંભલી કાપવા ગયા હતા ત્યારબાદ જમાઈ એકલા ઘરે આવ્યા સાસુ એ પૂછ્યું કે સુશીલા કયા છે.? તો જમાઈ એ જણાવ્યું કે પાછળ લાકડાનો ભરો લઈને આવે છે પરંતુ ઘણો સમય થવા છતાં સુશીલા નહિ આવતા સાસુ ને શંકા ગઈ ત્યારબાદ બધા એ ભેગા મળી જમાઈને દબાણપૂર્વક પૂછતા તેણે જણાવ્યું કે તમારી દીકરીએ મને હીઝડો કહ્યું અને અમારા બંને વચ્ચે ત્યાં ઝગડો થતા મે સુશીલા ને કુહાડી માથામાં મારી એને મારી નાખી છે.આ બાબતે તિલકવાડા પોલીસે પતિ મહેશ ની ધરપકડ કરી તેના વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:39 PM IST)