તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
અમદાવાદ - મહેસાણા - વાપી સહિતના વિસ્તારોમાં ૩૦૦ CNG પંપ સંચાલકોની ૧ દિ'ની હડતાલ : ભારે દેકારો
રાજકોટ - સૌરાષ્ટ્ર - કચ્છમાં હડતાલ નથી : આપણે કોઇ તકલીફ નહિ પડે : ધીમંતભાઇ ઘેલાણી : અદાણી સહિતની ૪ થી ૫ પ્રાયવેટ કંપની સામે કમિશન - ભાવ વધારા અંગે લડત

રાજકોટ તા. ૧૩ : સમગ્ર રાજ્યમાં સીએનજી એસોસીએશન દ્વારા પંપ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સીએનજી પંપ એસોસીએશનની યોજાયેલ મીટીંગમાં આજે સવારે ૭ વાગ્યાથી ગઇકાલે સવારે ૭ વાગ્યા ગુજરાત બાજુ CNG નહિ મળે. અમદાવાદ - વાપી - મહેસાણા વિગેરે થઇને કુલ ૩૦૦ પંપ દ્વારા આ જાહેરાત કરાઇ છે અને હડતાલ પડાઇ છે, દરમિયાન રાજકોટના અગ્રણી શ્રી ધીમંતભાઇ ઘેલાણીએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માત્ર ગુજરાત બાજુ ૧ દિ'ની હડતાલ છે અને એ અદાણી સહિત ૪ થી ૫ પ્રાયવેટ કંપની સામે છે, રાજકોટ - સૌરાષ્ટ્ર - કચ્છમાં આ પ્રકારના કોઇ સીએનજી પંપ નથી, આપણે કોઇ તકલીફ નહિ પડે.
ગેસની સરખામણીએ અદાણી ગેસનો ભાવ ૨ રૂપિયા ૭૧ પૈસા વધુ છે, માર્જિન ઓછું મળતુ હોય કારણે ડિલર્સ એસો.એ બંધ પાળવાનો નિર્ણય લીધો હતો. જો કે અમદાવાદ - વાપી - વલસાડ - મહેસાણા ક્ષેત્રમાં આજે એમ્બ્યુલન્સ - ફાયર વિભાગની ગાડીને CNG પૂરી દેવાનું ચાલુ રખાયું છે. અગ્રણી હોદ્દેદારોએ જણાવેલ કે, અદાણી કંપનીમાં છેલ્લા ઘણા સમયથી કમિશન - ભાવ બાબતે માંગણીઓ છતાં કંપનીએ કોઇ જવાબ નહિ આપતા ૧ દિ'ની હડતાલ પડાઇ છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
