<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

ભૂગર્ભમાંથી કેપ્‍ટન અજય ચૌહાણને બહાર કાઢવા લુકઆઉટ નોટીસ કાઢવા વ્‍યૂહ

મુખ્‍યમંત્રી સહિતના મહાનુભાવોનાં એરક્રાફટમાં પરિવારને મુસાફરી સહિત વિવિધ કંપનીઓ પાસેથી લાભ મેળવી ૭ર લાખના આરોપીની તપાસમાં એસીબી હેડ કવાર્ટરમાં ભારે ધમધમાટ સસ્‍પેન્‍ડ સીઇઓ કેપ્‍ટન સહિત કેશમેક ડાયરેકટ અલ્‍પેશ ત્રિપાઠી અને ગૂજસેલ કંપનીના એકાઉન્‍ટન્‍ટ અલ્‍પેશ પ્રજાપતિ સામેની ફરીયાદ સંદર્ભે પણ તપાસ શરૂ

રાજકોટ, તા. ૧૩ : રાજકોટ તા.  મુખ્‍મંત્રીશ્રી સહિતના મહાનુભાવો માટે રાખેલ એર ક્રાફટમાં પોતાના પરિવારને મુસાફરી , મોટા આર્થિક લાભ લેવા અન્‍ય કંપનીઓને સેવાઓ , કરાર દ્વારા પોતાના એકાઉન્‍ટમાં ૧૦ લાખ રૂપિયા મેળવવા સાથે લાખોનાં ભ્રષ્ટાચારનાં આરોપસર જેમની સામે ખ્‍ઘ્‍ગ્‍ માં ગુન્‍હો નોંધાયો છે તેવા ગુજસેલનાં તત્‍કાલીન સીઇઓ અને સસ્‍પેન્‍ડ કેપ્‍ટન અજય ચૌહાણ સહિત ત્રણ સામેની તપાસમાં એસીબી દ્વારા વિદેશમાં ભૂગર્ભમાં હોવાની આશંકા છે તે સામે એસીબી દ્વારા લુક આઉટ નોટિસ કાઢવા તજવીજ શરૂ થયાનું સૂત્રો જણાવે છે.               

મુખ્‍ય મંત્રી કાર્યાલયની લીલી ઝંડી બાદ શરૂ થયેલ એસીબી વડા શમશેરસિંઘનાં સીધા માર્ગદર્શન હેઠળ અને મદદનીશ નિયામક કે.સી ચુડાસમાના નેતળત્‍વમાં પીઆઇ ડી.એન.પટેલ દ્વારા કેપ્‍ટન અજય ચૌહાણ દ્વારા જે કહેવતો ૭૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો છે તેમાં સામેલ કંપનીના એકાઉન્‍ટ્‍સ તપાસવા માટે પણ ધમધમાટ શરૂ થયાંનુ સૂત્રો જણાવે છે.

અત્રે એ યાદ રહે કે  ગઈ કાલે એસીબી પોલીસ સ્‍ટેશનમાં પૂર્વ ગુજસેલ સીઇઓ અને કેપ્‍ટન અજય ચોહાણ, કેશમેક એવિયેશન પ્રાં. લી.નાં ડાયરેકટર અલ્‍પેશ ત્રિપાઠી, ગુજસેલના એકાઉન્‍ટ અલ્‍પેશ પ્રજાપતિ સામે ગુન્‍હો દાખલ થવાના પગલે પગલે એસીબીવડા દ્વારા તુરંત અભ્‍યાસ કરી તપાસ સર્વંગીરિતે થાય તે માટે અન્‍ય અધીકારીઓને માર્ગદર્શન આપેલ.

આરોપી કેપ્‍ટન અજય ચૌહાણ નાએ પોતાની ફરજ દરમ્‍યાન સરકારશ્રીના તથા મહાનુભાવોના ઉડ્ડયન હેતુસર રાખવામાં આવેલ તેઓના નિયંત્રણમાં રહેલ સરકારી એરક્રાફટમાં સરકારશ્રીની કોઈપણ જાતની પરવાનગી લીધા સિવાય પોતાને સોપવામાં આવેલ સત્તાનો દુરઉપયોગ કરી, પોતાના કુંટુબીજનોને અંગત હવાઈ મુસાફરી કરાવી સરકારશ્રીની તિજોરીને આર્થિક નુકશાન પહોચાડેલ. આ ઉપરાંત, કેપ્‍ટન અજય ચૌહાણ પોતે ગુજસેલ સિવાય અન્‍ય કંપનીને ફલાઈંગ ડયુટીની સેવા આપી શકતા નથી તે બાબતથી પોતે જ્ઞાત હોવા છતાં આર્યન એવીએશન પ્રા.લિ. કંપનીને આ અંગેની સેવાઓ પુરી પાડી પોતાના અંગત બેંક એકાઉન્‍ટમાં નાણાં મેળવી, પોતે આર્થિક લાભ મેળવેલ છે. ગુજસેલમાં મેનપાવર પુરો પાડવા સંબંધે કેપ્‍ટન અજય ચૌહાણે કેશમેક એવીએશન પ્રા.લિ. સાથે ગેરકાયદેસર રીતે કરાર કરી, આ કંપની તરફથી આરોપી નં.૨ ના મેળાપીપણામાં રહી પોતાના અંગત બેંક એકાઉન્‍ટમાં રૂ.૧૦ લાખ મેળવી આર્થિક લાભ લીધેલ છે. ગુજસેલના આઉટ સોર્સના કર્મચારી, આરોપી નં.૩ નાઓએ પોતે કેશમેક એવીએશન પ્રા.લિ. ના કર્મચારી ન હોવા છતાં કે આ કંપની વતી તેઓને કોઈ સત્તા સોંપવામાં આવેલ ન હોવા છતા કેપ્‍ટન અજય ચૌહાણ તથા અલ્‍પેશ ત્રિપાઠીના મેળાપીપણામાં રહી, આ કંપનીમાં રૂ.૪ લાખ ૬૦ હજારના વાઉચર તથા બીલમાં સહી કરી, તે બીલ ઉગાવી સમાન ગુનાહિત ઇરાદો પાર પાડવામાં મદદગારી કરેલ છે.

 આમ, ઉપરોકત્ત ત્રણે આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા એકબીજાના મેળાપીપણામાં રહી, મદદગારી કરી, પોતાને સોંપાયેલ સત્તાનો દુરઉપયોગ કરી, સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડી, રૂ.૭૨ લાખથી વધુનો ભ્રષ્ટાચાર આચરી ગુનો કરેલાની ફરિયાદ નોંધાયેલ છે.

(2:00 PM IST)