તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
અંબાજી મંદિરનું ૧૭૧ કીલો સોનું ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મુકાયું
રાજય સરકાર પાસેથી સૈધ્ધાંતિક મંજૂરી મેળવ્યા પછી ટ્રસ્ટનો નિર્ણય મંદિર પાસે હાલમાં પપ૦૦ થી ૬૦૦૦ કિલો જેટલી ચાંદી પણ છે

પાલનપુર તા. ૧૩: બનાસકાંઠા જીલ્લામાં સ્થિત અંબાજી મંદિરમાં ૧૯૬૦ થી ભકતો તરફથી દાનમાં મળેલ સોનાના વિભીન્ન આભુષણો એકત્રિત કરાયા છે. આ આભુષણો કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં રાખવા બાબતે રાજય સરકારની સૈધ્ધાંતિક મંજૂરી મેળવવામાં આવી હતી.
અંબાજી મંદિરના વહીવટદાર અધિક કલેકટર કૌશિક મોદીએ જણાવ્યું કે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ફબેંક ઓફ બરોડામાં ૧૭૧ કિલો સોનું ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં રાખવામાં આવ્યું છે. હાલમાં ૧૭પ કિલો સોનું છે. જેની વર્તમાન કિંમત ૧રર કરોડ રૂપિયા છે.
અંબાજી મંદિરમાં માતાજીને ચડાવવામાં આવતા આભુષણોને ઓગાળીને બિસ્કીટ સ્વરૂપ બનાવીને બેંકમાં જમા કરાવાય છે. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં જમા કરાવાયેલ સોનામાંથી મળતા વ્યાજની રકમથી અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવતા મભકતોની સુવિધામાં વધારો કરવા માટે વાપરવામાં આવે છે અને સોનું બેંકમાં યથાવત જમા રહે છે.
ભકતો દ્વારા માતાજીને ચાંદીના આભાુષણો પણ અલગ-અલગ સ્વરૂપમાં ચડાવાય છે. હાલમાં પપ૦૦ થી ૬૦૦૦ કિલો ચાંદી ભેગી થઇ છે જેની કિંમત પ૦ કરોડ રૂપિયા છે જેને હાલમાં મોનેટાઇઝેશન સ્કીમમાં નથી મુકવામાં આવી.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
