તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
યોગને જીવનનું અભિન્ન અંગ બનાવીએઃ કલેકટર મેહુલ દવે
ગાંધીનગર જિલ્લામાં શાનદાર રીતે ઉજવાશે યોગ દિન

રાજકોટ,તા. ૧૩: આગામી ૨૧મી જૂને ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ -૨૦૨૪ની ગાંધીનગર જિલ્લામાં ભવ્ય ઉજવણી માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માર્ગદર્શન આપતા કલેક્ટરે શ્રી મેહુલ દવેએ જણાવ્યું હતું કે યોગ દરેક નાગરિકના જીવનનું અભિન્ન અંગ બને તેવો વિશ્વ યોગ દિવસની ઉજવણીનો સાર્વત્રિક ઉદ્દેશ છે. આપણી સંસ્કૃતિમાં જન સુખાકારી માટે યોગમય જીવનશૈલીનું મહત્વ છે, એટલે જ કહેવાયું છે કે, સમત્વ એ જ યોગ છે. જીવનમાં સમત્વ - સંયમથી જ સુખ મળે છે. અને સમત્વ યોગ દ્વારા મેળવી શકાય છે.
કલેકટરશ્રી મહેલ દવેએ યોગને અમૂલ્ય સાંસ્કૃતિક વારસો ગણાવી ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના કારણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા યોગને વૈશ્વિક ઓળખ આપવામાં આવી અને ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું હતું કે સાંસ્કૃતિક વારસાના વૈભવના જતન-સંવર્ધન માટે પ્રત્યેક નાગરિકે પ્રવૃત્તિ થવું પડશે. વિશ્વ યોગ દિવસ આ દિશામાં યોગ્ય પ્રયાસ કરવાનો અનેરો અવસર છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીઍ જિલ્લાભરમાં વિશ્વ યોગ દિનની ઉજવણીના આયોજન સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. આ જ રીતે મહાનગરપાલિકા કક્ષાઍ વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ભોરણીયાઍ માહિતી આપી હતી. બેઠકમાં જિલ્લા પોલીસવડા શ્રી વાસમ શેટ્ટી રવિ તેજા, અધિક કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, ાંત અધિકારીઅો અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઅો ઉપસ્થિત રહ્ના હતા.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
