<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

સ્‍મીમેરમાં હોસ્‍પીટલમાં સરપ્રાઇઝ ચેકીંગઃ વધુ એક ડોકટર નશામાં ઝડપાયા

થાઇગર્લ વિવાદ વચ્‍ચે

સુરતા તા. ૧૩ :.. વિવાદોનું ઘર બની ગયેલી સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્‍મીમેર હોસ્‍પિટલની હોસ્‍ટેલમાં ચાલતા રંગરેલિયાનો વિવાદ હજુ શમ્‍યો નથી. ત્‍યાં જ એક બીજા ડોક્‍ટરની કાળી કરતૂત સામે આવી છે. રેસિડન્‍ટ ડોક્‍ટરોએ જાણે સ્‍મીમેરની હોસ્‍ટેલને અડ્ડો બનાવી દીધો હોય તે રીતે એક પછી એક ડોક્‍ટરના પરાક્રમ ખુલી રહ્યાં છે.ત્‍યારે ફોરેન્‍સિક વિભાગના ડોક્‍ટર હોસ્‍ટેલની સરપ્રાઈઝ ચેકિંગમાં લાલ આંખ સાથે સામે આવ્‍યાં હતાં. જેથી તપાસ કરતાં દારૂના નશામાં હોવાનું સામે આવ્‍યું હતું.

 ફોરેન્‍સિક વિભાગનો તબીબ મળગેન્‍દ્ર પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં ઝડપાયો છે. હોસ્‍ટેલમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમ્‍યાન નશામાં મળી આવ્‍યો હતો. પાલિકાના ડેપ્‍યુટી કમી‘ર, સ્‍મીમેર ડીન સહિતની ટીમ હોસ્‍ટેલમાં તપાસ અર્થે નીકળી હતી. જેની તપાસમાં હોસ્‍ટેલના એક રૂમમાંથી ફોરેન્‍સિક વિભાગનો તબીબ નશામાં મળી આવ્‍યો હતો.

(4:23 PM IST)