તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
અમદાવાદમાં ૨૭ સ્થળે EV ચાર્જિંગ સ્ટેશન બનાવાશે : છ મહિના ફ્રી ચાર્જીંગ
PPP ધોરણે ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે : હાલ : AMC દ્વારા ૧૨ સ્થળે EV ચાર્જિગ સ્ટેશન કાર્યરત : ટેન્ડર બહાર પડાયા

અમદાવાદ, તા.૧૩: અમદાવાદમાં ૨૭ સ્થળે EV ચાર્જિગ સ્ટેશન બનશે જેમાં છ મહિના ફ્રી ચાર્જ મળશે. PPP ધોરણે ચાર્જિગ સ્ટેશન ઊભા કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ થનારી છે. હાલ AMC દ્વારા શહેરમાં ૧૨ સ્થળે EV ચાર્જિગ સ્ટેશન ઊભા કરાયા છે. જેમાં AMC દ્વારા ઈલેક્ટ્રીક વ્હીકલના વપરાશકારોની સરળતા અને સાનુકૂળતા માટે આ નિર્ણય લેવામાં આવશે.
શહેરમાં વધુ ૨૭ સ્થળે PPP ધોરણે EV ચાર્જિગ સ્ટેશન કરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે શરૂઆતના ૬ મહિના સુધી ઈલેક્ટ્રીક વાહન ધારકો વિનામૂલ્યે વાહન ચાર્જ કરી શકશે. આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા ૧૨ સ્થળે EV ચાર્જિગ સ્ટેશન ઊભા કરાયા છે. AMC દ્વારા આ હેતુસર આપવામાં આવનાર પ્લોટ માટે જંત્રીના દરના ૫ ટકા મુજબ ભાડું વસૂલ કરાશે. AMC દ્વારા ચાર્જિગ સ્ટેશન ઉભા કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રિ બીડ ૧૭ સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને ટેકનિકલ બીડ પણ ખોલવામાં આવી હતી. જેમાં ૪ એજન્સીઓએ ભાગ લીધો હતો.
AMC રેવન્યુ શેરિંગમાં મહત્તમ ઓફરદાર તરીકે અદાણી ટોટલ એનર્જી મોબિલિટી લિમિટેડે ૨૪ લોકેશન માટે રૂ.૩.૫૧ કિલો વોટ હવર (KWH), અને EVamp ટેકનોલોજી પ્રા.લિ. દ્વારા ૩ લોકેશન માટે KWH દીઠ રૂ.૩.૫૨, રૂ.૩.૦૬ ભાવ આપ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર ટેક્સ રીબેટ મળે છે. હજી સુધી ચાર્જિગ માટેના કોઈ ચાર્જ નક્કી કરાયા નથી.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
