<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

અમદાવાદમાં ભગવાન જગન્‍નાથીજીની રથયાત્રાની તૈયારી

૭ જુલાઇએ ૧૪૭ મી રથયાત્રા નીકળશેઃ ૩ રાજયોમાંથી મંગાવેલ કાપડમાંથી વાઘા બનવવાનો પ્રારંભ

અમદાવાદ, ત.૧૩: અમદાવાદમાં આગામી ૭ જુલાઈએ યોજાનારી ૧૪૭મી રથયાત્રાનું કાઉન્‍ટડાઉન શરૂ થઈ ગયું છે. જમાલપુર સ્‍થિત જગદીશ મંદિરે અને સસરપુર સ્‍થિત રણછોડરાય મંદિરે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીના ત્રણેય રથનું રંગરોગાન અને ત્રણ રાજ્‍યોમાંથી મંગાવેલા કાપડમાંથી વાઘા બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. મહત્ત્વનું છે કે, ભગવાનના ૭ અલગ-અલગ થીમવાળા વાઘા ૨૬ જૂન સુધી તૈયાર થઈ જશે.

ભગવાનના ૭ અલગ-અલગ થીમવાળા વાઘા ૨૬ જૂન સુધી તૈયાર થઈ જશેૅ

છેલ્લાં ૨૦ વર્ષથી ભગવાનના વાઘા બનાવનારા સુનિલભાએ ગુજરાતી જાગરણને જણાવ્‍યું કે,આ વખતે મથુરા-વળંદાવન અને ગુજરાતમાંથી મંગાવેલા સિલ્‍કના કાપડમાંથી વાઘા બનાવવામાં આવી રહ્યા છે. તો બહેન સુભદ્રાજી માટે ખાસ ગજી સિલ્‍કના કાપડમાંથી વાઘા બની રહ્યા છે. રથયાત્રા અગાઉ ૭ દિવસથી ભગવાનને અલગ-અલગ થીમ વાઘા પહેરાવાશે. તે માટે મોર, પોપટની થીમવાળા વાઘા, આ ઉપરાંત વેલવેટ, સિલ્‍ક અને જોર્જટ કાપડના વાઘા બની રહ્યા છે. આ વાઘા ૨૬ તારીખ સુધીમાં તૈયાર થઈ જશે. ભગવાનના વાઘા બનાવવા માટે અમારા પરિવારના ૭ લોકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે.

(3:47 PM IST)