<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

કાળઝાળ ગરમી વચ્‍ચે હજુ વાવણી લાયક વરસાદ ની રાહ જોવી પડશે

૨૨ જુન પછી ગુજરાતમાં ચોમાસુ આગળ વધે તેવી સંભાવના

અમદાવાદ, તા. ૧૩: હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. તો સાથે જ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ૪૧ ડિગ્રી નું અનુમાન વ્‍યક્‍ત કરાયુ છે.

રાજ્‍યમાં ચોમાસું તો બેસી ગયુ છે પરંતુ રાજ્‍યના મોટાભાગના વિસ્‍તારો હાલ વરસાદની રાહ જોઇને બેઠા છે. મોટાભાગના વિસ્‍તારો હજુ કાળઝાળ ગરમીમાં તપી રહ્યા છે.. ખેડૂતોના મનમાં સવાલ છે કે વાવણી લાયક વરસાદ કયારે થશે

ગુજરાતમાં સમય કરતાં વહેલી ચોમાસાની એન્‍ટ્રી થઈ ગઈ હતી અને તે બાદ નબળું પડી જતાં હાલ રાજ્‍યના મોટા ભાગના વિસ્‍તારોમાં ગરમી પડી રહી છે રાજ્‍યમાં ચોમાસુ બેસી ગયું છે જોકે અત્‍યાર સુધી ગુજરાતમાં ચોમાસુ નવસારી સુધી જ પહોંચ્‍યું છે. નવસારી બાદ ચોમાસુ નબળું પડ્‍યું છે. જેથી હજુ વરસાદ ની રાહ જોવી પડશે.

જોકે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. તો સાથે જ આજે  અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવા વરસાદની આગાહી કરી છે...

જો વર્તમાન સ્‍થિતિ જોઇએ તો ૨૨ જૂન બાદ ગુજરાતમાં ચોમાસામાં પ્રગતિ આવે અને કેટલાક વિસ્‍તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી સંભાવના છે...પરંતુ આ અંગે પણ વધુ સટીકતાથી કહેવું હાલની સ્‍થિતિમાં મુશ્‍કેલ જણાઇ રહ્યું છે.

(3:48 PM IST)