તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં દુષ્કર્મના આરોપની ઘટના બાદ સ્વામી જગત પ્રકાશ સામે ૩૦૦ હરિભકતોનો આક્રોશ
લંપટ સાધુને ભગાડો... ના બેનરો સાથે વિરોધ પ્રદર્શન

વડતાલ તા. ૧૩ : વડતાલ સ્વામીનારામણ મંદિરના સાધુ પર દુષ્કર્મના આરોપની ઘટના અને અન્ય સાધુઓના વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યા બાદ હરિભકતોમાં ભારે નારાજગી છે. ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે ૩૦૦ જેટલા હરિભક્તોએ એકત્ર થઇ લંપટ સાધુઓનો વિરોધ કર્યો હતો.. રાજયના અલગ-અલગ સ્થળેથી હરિભક્તો અહીં એકત્ર થયા હતા
આ હરિભક્તો હાથમાં બેનરો લઇને આવ્યા હતા. જેમાં લંપટ સાધુઓનો વિરોધ કરતું લખાણ લખાયેલું હતું. રાજ્યના અલગ-અલગ સ્થળેથી હરિભક્તો અહીં એકત્ર થયા હતા. અને લંપટ સાધુઓ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો.
લંપટ સાધુઓને ભગાવો, સંપ્રદાયને બચાવો
લંપટ સાધુઓને ભગાવો, સંપ્રદાયને બચાવો. પ્રાઇવેટ સંસ્થા ભગાવો વડતાલ ગાદી બચાવો તેવા બેનરો સાથે આવેલા હરિભક્તો દ્વારા માંગ કરાઇ હતી.. હરિભક્તોનું કહેવું હતું કે આવા લંપટ સાધુઓને કારણે તેમનું પોતાનું બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે અને તેઓ જ્યાં જાય ત્યાં તેમની મશ્કરી કરવામાં આવે છે અને તેમની સામે આંગળી ચીંધવામાં આવે છે.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
