તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
TMC સાંસદ યુસુફ પઠાણ વિવાદમાં :વડોદરામાં VMCના પ્લોટ પર ગેરકાયદે કબજો હોવાનો આક્ષેપ : જુઓ વિડિઓ
રાજ્ય સરકારે ઠરાવ ના મંજૂર કર્યો હોવા છતા પ્લોટમાં દબાણ કર્યાનો આક્ષેપ

વડોદરા :પૂર્વ ભારતીય ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણનનો એક વિવાદ સામે આવ્યો છે. વડોદરામાં VMCના પ્લોટ પર TMC સાંસદ યુસુફ પઠાણનો કબજો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વડોદરા કોર્પોરેશને યુસુફ પઠાનને જમીન આપવાનો ઠરાવ કર્યો હતા. પરંતુ મનપાના નિર્ણયને રાજ્ય સરકારે ના મંજૂર કર્યો છે. રાજ્ય સરકારે ઠરાવ નામંજૂર કર્યા બાદ પણ યુસુફએ પ્લોટ પર દીવાલ અને તબેલો બાંધ્યાનો આરોપ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને TMC સાંસદે તાંદલજાના ઘરની બાજુના પ્લોટ પર દબાણ કર્યાનો આક્ષેપ છે.
યુસુફ પઠાણે 2012માં જમીન વેચાણે લેવાની માગ કરી હતી. પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયમથી 978 ચો.મી જમીન ફાળવાઇ હતી. 2014માં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા પણ જમીન વેચાણથી આપવા માટેની દરખાસ્તને નામંજૂર કરવામાં આવી હતી. ત્યારે આ જોતા, ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે, યુસુફ પઠાણે પચાવી પાડેલો મહાનગરપાલિકાનો પ્લોટ પાછો લેવા માગ કરી છે
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
