<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

અમદાવાદ એરપોર્ટે પરથી વિદેશી મહિલા ડ્રગ્સ હેરાફેરી કરતી ઝડપાઈ

તપાસ કરતા મોટા કૌભાંડનો પર્દાફાશઃફિલિપાઈન્સની મહિલા એરપોર્ટ પર આંટાફેરા કરતી દેખાઈ

અમદાવાદ, તા.૧૩

NCB ના હાથે અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશી મહિલા ડ્રગ્સ હેરાફેરી કરતી ઝડપાઈ છે. દ્ગઝ્રમ્ એ ૨.૧૨ કિલો હેરોઇનના જથ્થા સાથે ફિલિપાઇન્સની મહિલાની ધરપકડ કરી. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ની હેરાફેરી કનેક્શન ખુલતા દ્ગઝ્રમ્ એ મહિલાની પૂછપરછ શરૃ કરી છે.

NCB એ ૪૧ વર્ષીય ફિલિપાઇન્સની મહિલા જીનાલીન પડીવાન લીમોનની હેરોઇનના જથ્થા સાથે એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. NCB ને બાતમી મળી હતી કે, વિદેશમાંથી ડ્રગ્સની હેરાફેરી કરવા માટે એક મહિલા અમદાવાદ ઈન્ટર નેશનલ એરપોર્ટ પર આવી રહી છે. જેને લઈને NCB ની ટીમે એરપોર્ટ પરથી મહિલાની અટકાયત કરી હતી. તપાસ કરતા સ્કૂલ બેંગમાં હેરોઇનનો જથ્થો છુપાવેલો હતો. સ્કૂલ બેંગમાંથી જે  ૨.૧૨૧ કિલો હેરોઇન મળ્યું તેની કુલ કિંમત ૧૫ કરોડની થવા પામી છે.

વિદેશી મહિલા Laos દેશના Vientiane એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. જોકે વિદેશી મહિલા ડ્રગ્સ કેરિયર તરીકે કામ કરી રહી છે અને વિદેશથી ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા માટે એક ટ્રીપના ૫ હજાર ડોલર મળતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

ફિલિપાઇન્સની મહિલાની ધરપકડ બાદ પૂછપરછ કરતા અત્યાર સુધી ૩ વખત ભારત ડ્રગ્સની ડિલિવરી કરવા આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં અગાઉ ટ્રાવેલ્સ હિસ્ટ્રી જોતા વર્ષ ૨૦૨૨ માં એપ્રિલ અને જૂન મહિનામાં દિલ્હી આવી હતી. ત્યારે પણ ડ્રગ્સ ડિલિવર કર્યું હોઇ શકે છે. ત્યારે વિદેશી મહિલા ટુર એન્ડ ટ્રાવેલ્સ તેમજ કોસ્મેટિક્સ વસ્તુઓનો ધંધાના બહાને ડ્રગ્સની હેરાફેરી કરે છે.

ઝડપાયેલ મહિલાને ૩ બાળકો છે અને પતિ સાથે છૂટાછેડા થયા હોવાથી એકલી રહે છે. પણ ડ્રગ્સ માફિયાના સંપર્કમાં આવી ગઈ હોવાથી ડ્રગ્સની હેરાફેરી કરી રહી હોવાનું કબૂલાત ર્કઉં હતું. જોકે ભારતમાં ડ્રગ્સની ડિલિવરી કરવાની Laos દેશમાં બેઠેલા ડ્રગ્સ માફિયા ફોનમાં સૂચના મળ્યા બાદ આપવાનું હતું. જોકે ડ્રગ્સ કોઈ પાસે પહોંચે તે પહેલાં જ NCB ટીમે હેરોઇનનાં જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૃ કરી છે. ગુજરાતમાં ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા ડ્રગ્સ એરપોર્ટથી ડ્રગ્સ ઘુસાડી રહ્યાં છે. ત્યારે આ મહિલાએ અત્યાર સુધી કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી અને ડ્રગ્સ પહોંચાડ્યું છે જેને લઇ વધુ તપાસ શરૃ કરી છે.

(7:21 PM IST)