<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

ફાયર NOC-BUના અભાવે ૧૦ હજાર વિદ્યાર્થી અભ્યાસથી રહેશે વંચિત

રાજ્યભરમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભઃરાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ થયો હતો જેને પગલે પણ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી

અમદાવાદ, તા.૧૩

આ વર્ષે દેશભરમાં ગરમીનો ભયંકર પ્રકોપ જોવા મળ્યો હતો, અનેક શહેરોનું તાપમાન ૪૫ ડિગ્રી ને પાર જતું રહ્યું હતું.

અંગદાઝડતી ગરમીથી મનુષ્યની સાથે અબોલ પશુ-પંખી પણ ત્રાહિમામ પોકરી ઉઠયા હતા. આવી ભયાનક ગરમીથી નાના ભૂલકાઓને બચાવવા માટે રાજ્ય સરકારને શાળાઓ નું વેકેશન લંબાવવા અંગે તજવીજ પણ કરવામાં આવી  હતી. જ્યારે આજથી શાળાઓના નવા સત્રનો આરંભ થયો છે. ઉપરાંત રાજ્યમાં અનેક શહેરોમાં મેઘરાજાએ દસ્તક પણ આપી દીધા છે. અને ટુંક સમયમાં સમગ્ર  રાજ્ય મેધરાજાની મહેરનો આનદ માણશે એવી  સંભાવનાઓ હવામાંન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે. રાજ્યમાં થોડા દિવસ પહેલા બનેલી મહત્વની  ઘટનામાં રાજકોટમાં  TRP ગેમઝોન અગ્નિકાંડ થયો હતો જેને પગલે પણ સરકાર એક્શનમાં આવી હતી. તંત્રની લાપરવાહી અને બેદરકારીને  પગલે  રાજકોટમાં  થયેલા ભયાવહ અકસ્માતથી કેટલાય માસૂમ બાળકોએ તેમના જીવ ગુમાવ્યા હતા.

આ ઘટનાને પગલે સરકાર દ્વારા અનેક જાહેર સ્થળો, શાળા, પાર્ક, બગીચા, સિનેમા ઘરોની ફાયર સેફટીની ચકાસણી હાથ ધરવામાં આવી  હતી. અને ચકાસણી કર્યા બાદ નિયમ મુજબ ફાયર સેફટીના સાધનો ન ધરાવનારી સંસ્થાઓ પર  કાર્યવાહી કરી તેમને સીલ કરી દેવામાં આવી હતી.

રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયોહતો .જેમાં ૫૪ હજારથી વધુ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરુ થયુ છે. ગુજરાતમાં આજે ૧.૧૫ કરોડ વિદ્યાર્થીઓના કિલ્લોલથી શાળાના કેમ્પસ ગુંજી ઉઠ્યા છે. છતા શહેરની કેટલીક શાળાઓમાં ફાયર સેફટી સરકારના નિયમ અને ધારા-ધોરણ મુજબ ન હોવાથી તાળા મારવામાં આવતા ૧૦ હજાર વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ નહીં કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.

રાજકોટ  TRP ગેમઝોન અગ્નિકાંડના પાપીઓની સજા કેટલાક માસૂમ બાળકોને મળી રહી છે. હાલ ફાયર NOC-BU પરમિશનની તપાસ તમામ શાળાઓમાં ચાલી રહી છે.ત્યારે રાજ્યની ૨૧૧ શાળાઓમાં NOC-BU પરમિશન ન હોવાથી સીલ કરવામાં આવી છે. જેના પગલે ૧૦ હજાર બાળકો નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભના પહેલા દિવસે જ શાળામાં જઈ શક્યા નથી.

(7:24 PM IST)