<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

અમદાવાદમાંથી નકલી ચલણી નોટોના મોટા કૌભાંડનો પર્દાફાશ

૧૫ લાખથી વધુની રકમ મળી આવીઃઅમદાવાદ શહેરના જુહાપુરાના રોયલ અકબર પાસેથી નકલી નોટો પકડાઈ હોવાની માહિતી સામે આવી

અમદાવાદ, તા.૧૩

અમદાવાદ શહેરમાંથી નકલી ચલણી નોટોના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાંથી ૧૫ લાખથી વધુની નકલી ચલણી નોટો મળી આવી છે.

જુહાપુરાના રોયલ અકબર પાસેથી નકલી નોટો પકડાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. ૧૫ લાખ ૩૦ હજારની કિંમતની નકલી ચલણી નોટો મળી આવી છે. ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ના દરની નકલી નોટો મળીઆવતા ચાચર મચી છે. જણાવી દઈએ કે, આ મામલે ઝ્રૈંડ્ઢ ક્રાઈમે ૩ આરોપીઓની ધરપકડ કરી છે.મળતી માહિતી પ્રમાણે, જુહાપુરા૧૫ લાખથી વધુની નકલી ચલણી નોટો મળી આવી છે. જેમાં ઝ્રૈંડ્ઢ ક્રાઈમે સતીષકુમાર ઉર્ફે વિક્કી જીનવા, અનિલકુમાર ધોબી અને કાલુરામ મેધવાલની ધરપકડ થઈ છે. આ ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખી નકલી નોટો છાપતા હતા. લાખોની કિંમતની આ નકલી નોટો જુહાપુરાના મોઈન બાપુને આપવાના હતી એવું પ્રથમિક તપાસમાં સામે આવ્યું છે.આ મામલે ઝ્રૈંડ્ઢએ ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પૂછપરછ દરમિયાન ઘણા નવા ખુલાસો થઇ શકે છે.

મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ સુરતમાંથી પણ આવું જ એક નકલી ચલણી નોટોનું મોટુ કૌભાંડ સામે આવ્યું હતું. શહેરનાં લિંબાયત વિસ્તારમાં એક ન્યુઝ ચેનલની આડમાં ફિરોજ શાહ પોતાના સાગરીતો સાથે મળીને નકલી નોટો છાપતો હતો. સુરત SOGએ બાતમીના આધારે ફિરોજ સહિત કુલ ૩ ઇસમોની ધરપકડ કરી હતી અને તેની પાસેથી નકલી નોટનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે આ નકલી નોટના પ્રકરણમાં ચાર આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૧૨,૨૬,૯૦૦ની ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી.

(7:28 PM IST)