<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

દેવગઢબારિયામાં ગૌવંશની હત્યા કરીને અવશેષો નદીમાં ફેંકી દીધા

અજાણ્યા ઇસમોની હરકતના પગલે લોકોમાં આક્રોશઃકાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે પોલીસ તંત્ર તાત્કાલીક એક્શનમાં આવી ગયુ

દાહોદ,તા.૧૩

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના મુવાડી ગામે કેટલાક અજાણ્યા ઇસમો  દ્વારા ગૌવંશની હત્યા કર્યા બાદ તેના અવશેષો નદીમાં ફેંકી દેવામાં આવ્યા હોવાની વાતો બહાર આવતાં સ્થાનીક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે પોલીસ તંત્ર તાત્કાલીક એક્શનમાં આવી ગયુ હતુ.દેવગઢ બારીયાના પીપલોદની બાજુ માં આવતું મુવાડી ગામે કોઈ અજાણી વ્યક્તિઓએ ગાયનું ગળું કાપી અને ગાયના ચામડાને સિમેન્ટની થેલીમાં કોલીયારી નદીમાં નાખી ગયા હતા.

જેના પગલે હિન્દુ ધર્મમાં માતા તરીકે પૂજાતી ગૌ માતાની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ જાહેરમાં ફેકી દેવાતા  હિન્દુ સમાજના દરેક લોકોને ધાર્મિક લાગણી દુભાઈ છે.સાથે સાથે ગૌરક્ષા દળમાં પણ ભારે આક્રોશ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.સ્થાનિક અર્જુનભાઈએ ગુણા ગામના પૃથ્વીસિંહ રતનસિંહ પુવાર ને હકીકત જણાવી હતી ત્યારે પૃથ્વીસિહ એ બુધવારે સવારે પીપલોદ પોલીસ સ્ટેશનને રૃબરૃ પી.એસ.આઇ સોલંકીને બનાવની રૃબરૃ જાણ કરી હતી.

ત્યારબાદ તરત જ પીએસઆઇ સોલંકીએ પશુ ડોક્ટર બોલાવી અને પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર રવાના થઈ ગયા હતા.  તપાસ દરમિયાન  બે થી ત્રણ દિવસ પહેલા ગૌવંશની હત્યા કરી હોવાથી આસપાસના જંગલી જાનવરો દ્વારા ગૌવંશને ખાઈ જતા ગાયનું ચામડું પણ વેરવિખેર પડ્યું હતું.

(9:17 PM IST)