તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
મહેમદાવાદના વડદલામાં પતિએ જ પત્નીને મારી નાખી
પત્ની સાથે મન મેળ ના હોવાને કારણે છુટા છેડા લેવા માંગતો હતોઃબાઈક ઉપર પત્નીને લઈ જઈ મહિસાગર નદીમાં ધક્કો મારી ગુમ થયાની ફરિયાદ આપી હતી, પરંતુ તપાસમાં ભેદ ખુલ્યો

નડિયાદ,તા.૧૩
મહેમદાવાદ તાલુકાના વડદલા ગામના એક વ્યકિતએ પોતાની પત્ની સાથે મન મેળ ના હોવાને કારણે છુટા છેડા લેવા માંગતો હોવાથી બાઇક પર બેસાડીને મહિસાગર નદીમાં ધકકો મારી દેતા તેનું મોત નીપજ્યુ હોવાની ઘટના બહાર આવી છે. આ ઘટનામાં સાળાએ જ પોતાના બનેવી વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે. પતિએ પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પાડોશીઓએ જ સમગ્ર ભાંડો ફોડતા હત્યાનો પર્દાફાશ થયો હતો. આ બાબતે પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. દસક્રોઈ તાલુકાના હરણીયાવ ગામે રહેતા નવલભાઈ વિષ્ણુભાઈ પરમારની સૌથી નાની બહેન હેતલ ઉર્ફે મિતલબેનના લગ્ન પાંચ વર્ષ અગાઉ મહેમદાવાદના વડદલા ગામે રામપુરા ભાઠા વિસ્તારમાં રહેતા રાજેશ અશોકભાઈ જાદવ સાથે થયા હતા?. હેતલે લગ્ન જીવન દરમિયાન એક બાળકીને જન્મ આપ્યો હતો.તેનો પતિ અવાર નવાર ત્રાસ આપતો હતો. જે બાબતે પ્યિરમાં જાણ કરતી હતી. પરંતુ આજ નહીં તો કાલે સૌ સારૃ થઇ જશે. તેવી સમજ આપીને સાસરે મોકલી આપતા હતા. દોઢ મહિના પહેલા જ હેતલ તેની પુત્રી લઈને પિયરમાં આવી પહોંચી અને સગા મોટાભાઈ નવલને પતિના ત્રાસની તમામ હકીકતો જણાવી હતી. આ બાબતે પત્નીએ મહેમદાવાદ પોલીસમાં પણ સુલેહ ભંગની અરજી આપી હતી. જોકે એ બાદ પતિ રાજેશ કહ્યું હવે આવુ ફરીથી નહીં થાય તેમ કહી સુખદ સમાધાન કર્યું હતું. આ પછી હેતલના સાસુ, સસરા હેતલને કડાદરા ગામે રહેવા લઈ ગયા હતા. જ્યારે મનમેળ ન બેસતા પતિ રાજેશ જાદવ મહેમદાવાદના વડદલા ગામે રામપુરા ભાઠા વિસ્તારમાં રહેતા હતા. ગત ૨૮ મે ૨૦૨૪ના રોજ નવલભાઈના ઘરે માતાજીના બાધાના ગરબા રાખેલા હોય હેતલ પોતાના સસરા સાથે ત્યાં આવી હતી. જોકે સસરા કામને લઈને પ્રસંગ પતાવી નિકળી ગયા હતા. બાદમાં રોકાયેલી હેતલને લેવા તેનો પતિ આવ્યો હતો. ૪ જુનના રોજ આ રાજેશ તેની પત્નીને તેડી ગયો હતો અને સુધરી ગયો હોવાનું માની હેતલ પોતાની પુત્રી સાથે વડદલા આવી ગઈ હતી. જયારે બીજા દિવસે નવલભાઇ પર તેના બનેવી રાજેશે ફોન કર્યો હતો. તેમજ હેતલ ગુમ થઇ ગઇ છે. જયારે ભાણી બાજુના ઘરમાં છે. તેમ જણાવ્યું હતુ. આ ઘટના બાબતે રાજેશ પોતે પણ પોલીસ મથકે જઇને પોતાની પત્ની ગુમ થઇ છે તે અંગેની ફરિયાદ આપી હતી. જેથી મહેમદાવાદ પોલીસે આ બાબતે શોધખોળ શરૃ કરતા એક અજાણ્યા મહિલાનો મૃતદેહ ભાદરવા પોલીસ સ્ટેશનની હદમાં આવતી મહિસાગર નદીના પાણીમાંથી મળી આવ્યો હતો. જેની ખરાઇ તેના કપડાના આધારે હેતલના પરિવારજનોએ કરતા તે મૃતદેહ હેતલનો હોવાનું જાણવા મળ્યું હતું. જયારે નવલભાઈ પોતાના બનેવી જ્યાં રહેતા હતા તે વડદલા ગામે પહોંચી તપાસ કરતા પડોશી દ્વારા માલુમ પડ્યું કે, બનાવની રાત્રે રાજેશ જાદવ પોતાનું બાઇક લઈને પોતાની પત્નીને બેસાડી ક્યાંક ગયો હતો. જે બાદ બીજા દિવસે સવારે એકલા રાજેશને ખાટલામાં સુતા જોયા હતા. જેથી નવલભાઈ અગાઉ પોતાની બહેન સાથે થયેલા પતિના અત્યાચાર મામલો જાણતા હોય અને છૂટાછેડા લેવા ઈચ્છતા પતિએ હેતલને બાઇક પર બેસાડીને મહિસાગર નદીમાં ધક્કો મારી દીધા હોવા બાબતની ફરિયાદ મહેમદાવાદ પોલીસ મથકે નોધાવી છે. પોલીસે હત્યા તેમજ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધી
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
