<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

નર્મદા સુગરના ગંભીર ગેરવહીવટ મામલે ખેડૂત સભાસદોએ ખાંડ નિયામકને રજુઆત કરતા ચકચાર

દૈનિક 2500 ટન શેરડી પિલાણની મંજુરી સામે 5000 ટનનું પિલાણ, ઇ ટેન્ડરિંગ વિના કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ અપાઈ છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી અને 25 હજારથી વધુ સભાસદો ધરાવતી સહકારી સંસ્થા નર્મદા સુગરના ગેરવહીવટ મામલે ખેડૂત સાભસદોએ રાજ્યના ખાંડ નિયામકને લેખિત રજુઆત કરતા ધારીખેડા સહકારી ખાંડ ઉદ્યોગ નર્મદા સુગરમાં પુનઃ વિવાદ વકર્યો છે.દૈનિક 2500 ટન શેરડી પીલાણની મંજૂરી સામે 5000 ટનનું પીલાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે સાથે સાથે ઈ ટેન્ડરિંગ વિના જ કરોડો ના કોન્ટ્રાકટ પણ અપાય છે
  આ રજૂઆતમાં અનેક મુદ્દા આવરી લીધા છે જેમાં ખાસ જોઈએ તો વિકાસ થાય તે હેતુથી ખાંડ મંડળીના ૧૦૦૦/- ની કિંમતના શેર સામે ૨૦૪૦ જેટલા આદિજાતિ ખેડૂતોને રૂા. ૭૫૦/- ની લોન પ્રમાણે જે તે સમયે રૂા. ૧૫,૩૦,૦૦૦ (અંકે રૂપિયા પંદર લાખ ત્રીસ હાજર પુરા) નું ધિરાણ આપવામાં આવેલ છે તેમ છતાં આ આદિવાસીઓના શેર બિન આદિવાસી સભાસદોન ટ્રાન્સફર કરવા બાબતે આ મંડળીએ સભાસદ રજીસ્ટર કે તેના અનુસંધાને વ્યવસ્થાપક સમિતિના ઠરાવ, ઠરાવ બુક વિગેરે નિભાવવામાં આવેલ નથી જેથી તેની પુનઃ ચકાસણી કરવા માંગણી..ઓરીજીનલ શેર સર્ટીફીકેટ ઉપર કેન્સલના રીમાર્ક મારી તેજ સભાસદને અન્ય શેર સર્ટીફીકેટ વર્તમાન પ્રમુખની સહી કરી ફાળવવામાં આવેલ છે...શ્રી નર્મદા ખાંડ ઉ.સ.સ.મં.લી. ધારીખેડા ના શેર સર્ટીફીકેટ ઉપર સિકવન્સમાં સીરીયલ નંબર આપેલા નથી, શેર સર્ટીફીકેટ ઉપર હાથ વડે નંબર લખવામાં આવ્યા છે તેમજ ખાતાવહી પાન નંબર જણાવેલ નથી. જેથી શેર સર્ટીફીકેટ તેમજ તેની ટ્રાન્સફર અંગેની કોઈ માહીતી પ્રાપ્ત થાય તેમ નથી.
ડમી શેર પણ ફાળવવામાં આવેલ છે દા.ત. વાવડી ગામે ભોલાભાઈ પટેલ નામે કોઈ વ્યક્તિ ન હોય, તેવા સભાસદ ને શેર ફાળવવામાં આવેલ છે અને આ માણસ છે કે કેમ? તે બાબતે કોઈ સરકારી આધાર પુરાવા માંગ્યા નથી અને તેના નામે સભાસદ અસ્તીત્વમાં હોય તેવી તમામ કાર્યવાહી થઈ છે. મતદાર યાદીમાં પણ આ નામનો સમાવેશ થયેલ છે.
ગેરકાયદેસર રીતે વ્યવસ્થાપક કમિટીમા ઠરાવ કર્યા સિવાય વોટ બેંક ઉભી કરવા તેમના અંગત વ્યકિતઓને શેર ફાળવી આપેલા છે.
છેલ્લા ૧૦ વર્ષના સભાસદોની યાદી / મતદાર યાદીની ચકાસણી કરશો તો સ્પષ્ટપણે માલમ પડશે. જે તે સભાસદો તેઓના નોંધાયેલ ગામોમાં રહેતા નથી તેવા સભાસદોને શેર ટ્રાન્સફર કરવામાં આવેલ છે અને સભાસદ ૨જીસ્ટર સાથે સરખાવવામાં આવે તો સત્ય હકીકત સામે આવે તેમ છે.
આપની કચેરી ના આદેશ તમામ સહકારી ખાંડ મંડળીઓમાં ચાવીરૂપ અને અન્ય અધિકારીઓની નિમણુંક કરવા માટે આપેલો છે તેમ છતાં આજદિન સુધી શ્રી નર્મદા ખાંડ ઉ.સ.સ.મં.લી. ધારીખેડા ધ્વારા તેનું પાલન થયેલ નથી અને મેનેજીંગ ડીરેકટરના હોદ્દા ઉપર છેલ્લા ૮-૧૦ વર્ષ થી એસ્ટેટ મેનેજર તરીકે કામ કરતા નરેન્દ્રભાઈ એ. પટેલ ને ઈ.ચા. મેનેજીંગ ડીરેકટર તરીકે કાર્યરત રાખ્યા છે આ સિવાય પણ પ્લાન્ટમાં ઘણી જગ્યાઓએ બિનકાર્યક્ષમ યોગ્ય લાયકાત ન ધરાવતા કર્મચારીઓને નિમણુંક કરવામાં આવેલ છે. જેથી આની ચકાસણી કરવી...અમારી જાણ મુજબ શ્રી નર્મદા ખાંડ ઉ.સ.સ.મં.લી. ધારીખેડાને કેન્દ્ર સરકાર ધ્વારા મંડળીની પિલાણ ક્ષમતા ૨૫૦૦ મે. ટન દૈનિક પિલાણ ક્ષમતા અંગેનું લાયસન્સ આપવામાં આવેલ છે. હકીકતમાં જોશો તો પાછલા કેટલાય વર્ષોના શેરડી પીલાણના આંકડા ઉપરથી શેરડીના પીલાણ ક્ષમતાથી ડબલ વધુ પીલાણ કરેલ છે. સંસ્થાએ જાહેર કરેલ વાર્ષિક અહેવાલમા આંકડા પણ દર્શાવેલ છે. હાલ શેરડીના પિલાણના મે. ટન જોશો તો લગભગ ૫૦૦૦ મે. ટન જેટલું દૈનિક પિલાણ ક્ષમતા થાય છે.આ મંડળીએ વખતો વખત તેની પિલાણ ક્ષમતા વધારવા માટે જરૂરી પરવાનીગો તથા લાયસન્સ મેળવેલ છે કે નહીં તેની ચકાસણી કરીને જો આવી કોઈ જરૂરી કાર્યવાહી કરેલ ન હોય તો એ વહીવટની બેદરકારી માનવામાં આવે અને કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવી, નર્મદા સુગરના વહીવટકર્તાઓ ધ્વારા શેરડી પિલાણ ક્ષમતાની પરવાનગી લેવામાં આવી ન હોય તો મંડળીના પ્લાન્ટમાં કામ કરતા કામદાર કર્મચારી ભાઈઓ અને આસપાસ આવેલ ગામોના રહીશોને પણ વહીવટકર્તાઓની ગંભીર બેદરકારીના કારણે તેમના જાનમાલને નુકશાન થવાની પૂરેપૂરી સંભાવના છે આવા અનેક મુદ્દાઓ સાથે ખાંડ નિયામક ને રજૂઆત કરવામાં આવી હોય ત્યારે હવે એ જોવું રહ્યું કે ખાંડ નિયામક પગલાં લેશે કે ભીનું સંકેલાશે


 

(10:47 PM IST)