તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
વડોદરા જિલ્લાના મંજુસર ગામના ખેડૂતની હત્યા કે આત્મહત્યા : નર્મદામાંથી મૃતદેહ મળતા અનેક તર્ક વિતર્ક
નાંદોદ તાલુકાના કાંદરોજ ગામના નદી કિનારેથી આધેડ ખેડૂતનો મૃતદેહ મળતા હત્યા કે આત્મહત્યા ઘેરાતું રહસ્ય

ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં કાંદરોજ ગામના નદી કિનારેથી એક આધેડ વ્યક્તિનો મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર સચીનભાઇ વિનોદભાઇ પંચાલ (ઉ.વ.૩૨)( રહે.મંજુસર પંચાલ ફળીયુ તા.સાવલી જી. વડોદરા )નાઓ એ આમલેથા પોલીસ મથકે જાણ કર્યા મુજબ તેમના પિતા વિનોદભાઈ શંકરભાઈ પંચાલ(૫૨) નાઓ ગત તારીખ ૦૩/૦૬/૨૦૨૪ નાં રોજ સવારનાં આશરે આઠ વાગ્યાનાં અરસામાં પોતાનાં ઘરેથી કોઇને કાંઇ કહ્યા વગર પોતાની ક્રેટા ગાડી લઇને જતા રહ્યા હતા ત્યારબાદ તેમની ઘણી શોધખોળ કરવા છતાં ક્યાંયે કોઈ ભાળ નહિ મળી, આખરે તારીખ ૧૨/૦૬/૨૦૨૪ ના દિવસે તેમનો મૃતદેહ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કાંદરોજ ગામ પાસે નર્મદા નદીનાં કિનારે મળી આવતા આમલેથા પોલીસે હાલ અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના મંજુસરના આધેડ ખેડૂત નર્મદા જિલ્લામાં કંઈ રીતે આવ્યા અને મૃત હાલતમાં મળી આવતા આ હત્યા છે કે આત્મહત્યા એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે, સાથે સાથે પોતાની ગાડી લઈ અને ઘરે પણ કોઈને કંઈ કહ્યા વિના કેમ નિકળ્યા એ બાબત પણ શંકા ઉપજાવે તેમ જણાય છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે તપાસ બાદ સત્ય હકીકત બહાર આવશે
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
