<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ફીડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપના વિજેતાઓને પુરસ્કાર, ટ્રોફી અને મેડલ્સ એનાયત કર્યા

ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત ફિડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-2024ના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત ફિડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-2024ના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહીને સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર, ટ્રોફી અને મેડલ્સ એનાયત કર્યા હતા.

   મુખ્યમંત્રીએ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સહયોગથી કરવામાં આવેલ આ ચેમ્પિયનશિપના આયોજનને ગુજરાત માટે ગૌરવરૂપ ઘટના ગણાવતાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશમાં સ્પોર્ટ્સ સેક્ટરમાં મોટો બદલાવ આવ્યો છે અને દેશમાં શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે.

(11:11 PM IST)