<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ગેનીબેન ઠાકોર લોકસભામાં ચૂંટાતા વાવના કોંગી ધારાસભ્‍ય પદેથી રાજીનામુ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર : બનાસકાંઠા જિલ્લાના વાવના ધારાસભ્‍ય ગેનીબેન ઠાકોર લોકસભાના સભ્‍ય તરીકે ચૂંટાતા આજે ધારાસભ્‍ય પદેથી વિધાનસભાના અધ્‍યક્ષ શંકર ચૌધરીને રાજીનામુ સુપ્રત કર્યુ હતું. રાજીનામા બાદ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગેનીબેનનું સન્‍માન કરવામાં આવેલ. આવતા ૬ મહિનામાં વાવ બેઠકમાં ધારાસભાની પેટાચુંટણી આવવા પાત્ર છે.

(11:17 AM IST)