News of Friday, 14th June 2024
ડબલ મર્ડર..૧૬ લાખની સોપારી..વિડિયો કોલીંગ દ્વારા પુરાવા સોપારી આપનારને આપેલ
કબ્રસ્તાનમાં દાટી દીધેલ બન્ને લાશનું રહસ્ય અંતે રેન્જ આઇજી પ્રેમવીરસિંહનાં માર્ગદર્શનમાં સુરત રૂરલ એસપી ટીમ દ્વારા ખોલતા સાઉથ ગુજરાત હચમચી ગયું : ખુર્શીદઅલી દ્વારા દુશ્મનાવટ લીધે સોપારી, હત્યાના સાક્ષી ન રહે તેથી બીજી હત્યા કરેલ.....અકિલા સમક્ષ જિલ્લા પોલીસવડા હિતેષ જોયસર પડદો હટાવે છે

રાજકોટ, તા. ૧૪ : સુરત ગ્રામ્યના ઉમરપાડા તાલુકાના ઊંચવણ ગામે ડબલ મર્ડર કરી કબ્રસ્તાનમાં લાશો નાખી આવવાના ચકચારી મામલામાં જૂની અદાવતને કારણે ૧૬ લાખની સોપારી આપનાર મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીને રેંજવડા પ્રેમવીરસિંહનાં સીધા માર્ગદર્શન હેઠળ કેવી રીતે ઝડપી લેવાયા તેની વાયરલ સમાચાર પાછળના ભેદભરમ પરથી અકિલા સમક્ષ આ ટીમનાં સુકાની સુરત રૂરલ એસપી હિતેષ જોયસર દ્વારા પડદો ઊંચકવામાં આવ્યો છે.
તાજેતરમા ગઈ તા.૧૦/૦૬/૨૦૨૪ના રોજ સુરત ગ્રામ્ય જીલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણગામે રેલ્વે સ્ટેશન નજીક આવેલ કબ્રસ્તાનમાં કોઈક દ્વારા રાત્રીના સુમારે શંકાસ્પદ રીતે ખાડો ખાદી મળતદેહ દફનાવેલ હોવાનુ સ્થાનીક રહીશોના ધ્યાનમાં આવતા જે અંગે ઉમરપાડા પો.સ્ટે જાણ કરેલ, જેથી ઉમરપાડા પોલીસ દ્વારા સબ ડીવીઝનલ મેજી.શ્રી તથા એક્ઝી.મેજી.શ્રી નાઓ રૂબરૂ સ્થાનીકોની હાજરીમા સદર જગ્યાએ ખાડાની માટી હટાવતા અંદરથી બે અજણ્યા પુરૂષ ઈસમના એકસાથે દફનાવેલ મળતદેહ મળી આવેલ, અને જે બન્ને ઈસમોના મળતદેહ પાછળના ભાગે હાથ બાંધેલ, તથા મોઢામા ડુચા મારી ગળાના ભાગે કોઈ તિક્ષ્ણ હથીયાર વડે ગંભીર ઈજા કરી ખુન કરી દાટી દીધેલ હોવાનુ જણાઈ આવતા, મરણજનારની ઓળખ પ્રસ્થાપીત કરવા ત્વરીત કાર્યવાહી કરતા મરણ જનાર બન્ને ઈસમો (૧) બિલાલ ઉર્ફે ચાંદી લ્/બ્ જમીલ સૈયદ તથા (૨) અઝહરૂદીન ઉર્ફે અજ્જુ કાદર શેખ બન્ને રહે.સુરત શહેર નાઓ હોવાની ઓળખ થયેલ, જે અંગે મરણજનારના ભાઈ દ્વારા ફરીયાદ આપતા ઉમરપાડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.A-૧૧૨૧૪૦-૦૨૨૪-૦૨૪૩/૨૦૨૪ આઈ.પી.સી કલમ.૩૦૨, ૩૪૨, ૨૦૧ મુજબનો ડબલ મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ.
આ સમગ્ર મામલે રેન્જ આઇજી પ્રેમવીર સિંહજી દ્વારા જરૂરી માર્ગદર્શન આપી તમામ બ્રાન્ચના અનુભવી અધિકારી સ્ટાફ કામે લગાડવા આપેલ સૂચના મુજબ આગળ કાર્યવાહી કરેલ.
જેથી બી.કે.વનાર, વિભાગીય પોલીસ અધિકારીશ્રી, સુરત વિભાગ, સુરતનાઓના સુપરવીઝન હેઠળ આર.બી.ભટોળ, પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી, એલ.સી.બી સુરત ગ્રામ્ય તથા બી.જી.ઇશરાણી, પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી, એસ.ઓ.જી સુરત ગ્રામ્ય તથા એ.ડી.સાંબડ, પો.સ.ઈ, ઉમરપાડા પો.સ્ટે નાઓએ સયુકતરીતે સુરત જિલ્લા એલ.સી.બી તથા એસ.ઓ.જી તથા ઉમરપાડા પોલીસના અધિકારી/માણસોની અલગ અલગ-૧૦ જેટલી ટીમો બનાવી ગુનામા સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી, તથા આરોપી તથા મરણજનાર ઈસમોના પુર્વ ઇતિહાસ બાબતે માહિતી એકત્રીત કરી. અંગત હ્યુમન ઇન્ટેલીજંસ તથા ટેકનીકલ રીતે ચોક્કસ દીશામા વર્કઆઉટ કરી, ઉંડાણપુર્વક તપાસ કરતા ચોક્કસ હકિકત મળેલ કે, ઙ્ક સુરત શહેરમા લીંબાયત ખાતે રહેતા ખુરસીદ મુનાવરઅલી સૈયદ નાએ આરોપી અફઝલ હાજીભાઈ સૈયદ રહે.ઉચવાણ નાને ઉપરોકત ગુનામા મરણજનાર (૧) બિલાલ ઉર્ફે ચાંદી લ્/બ્ જમીલ સૈયદ તથા (૨) અઝહરૂદીન ઉર્ફે અજ્જુ કાદર શેખ બન્ને રહે.સુરત શહેર નાઓનુ ખુન કરવા માટે સોપારી આપી, ખુન કરાવેલ છે, અને જેની સાથે આરોપી અફઝલનો સગોભાઈ અસ્લામ શેખ તથા કૌષિકભાઈ પ્રતાપભાઈ વસાવા પણ સંડોવાયેલ છેઙ્ઘ જે હકિકતના આધારે આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય નાઓ એલ.સી.બી સ્ટાફ સાથે લીંબાયત પો.સ્ટેની મદદ મેળવી, લીંબાયત પો.સ્ટેના પોલીસ ઈન્સ્પેક્ટર, તથા ણ્ઘ્ રાજુભાઈ હાલુભાઈ તથા ણ્ઘ્ ધર્મેન્દ્ર નારણભાઈ નાઓની મદદ મેળવી, સદર આરોપીઓની સઘન તપાસ કરી, લીંબાયત વિસ્તારમાથી ખુરસીદ મુનાવરઅલી સૈયદ તથા અસ્લમ હાજી શેખ નાઓને ઝડપી પાડેલ, તથા ઉમરપાડા વિસ્તારમાથી કૌશિક પ્રતાપભાઈ વસાવા નાને ઝડપી પાડેલ.
ઉપરોકત પકડાયેલ ઈસમ ખુરસીદ મુનાવરઅલી સૈયદની હાજરી બાબતે ટેકનીકલ માહિતી મેળવી તેમજ આરોપીના મોબાઈલમા ટેકનીકલ રીતે તપાસ કરતા ગુનાને સમર્થન આપતા પુરાવાઓ મળી આવેલ હોય જેથી મળેલ હકિકતના આધારે ગુના સબંધમા કુનેહપુર્વક આગવી ઢબે સઘન ઇન્ટ્રોગેશન કરતા ગુનાની કબુલાત કરી જણાવેલ કે, મરણજનાર બિલાલ ઉર્ફે ચાંદી ૫/૦ જમીલ સૈયદ સાથે જુની અદાવત ચાલી આવેલ હોય અને અગાઉ મરણજનાર દ્વારા પોતાની ઉપર હુમલો કરેલ જે બાબતે તેના વિરુધ્ધમા ફરીયાદ આપેલ હતી, જે વાતની જુની અદાવત એકાદ વર્ષથી ચાલી આવેલ હોય જેથી પોતાના જમાઈ અસ્લમ હાજીભાઈ સૈયદ નાઓ મારફતે તેના સગાભાઈ અફઝલ હાજીભાઈ સૈયદ નાને ખુન કરવા માટે રૂ.૧૬,૦૦,૦૦૦/-મા સોપારી આપેલ હતી, જે સોપારી પેટે ટુકડે ટુકડે રૂ.૧૨ લાખ જેટલી રકમ રોકડમાં આરોપી અફઝલ શેખને આપેલ, જેથી બિલાલ ઉર્ફે ચાંદીનુ ખુન કરવા માટે આરોપી અફઝલ હાજી શેખ નાએ પ્રથમ અઝહરૂદીન ઉર્ફે અજ્જુ મિત્રતા કેળવી બાદ બિલાલ ઉર્ફે ચાંદી સૈયદ સાથે મિત્રતા કેળવેલ હતી, બાદ ગઈ તા.૦૮/૦૬/૨૦૨૪ ના રોજ બન્ને મરણજનાર ઈસમોને આરોપી અફઝલ શેખ નાનો પોતાના ગામ ઉચવાણગામે ફરવા માટે લઈ જઈ ખુન કરી નાખવાનો પ્લાન બનાવેલ હોય જેથી તેની સાથે સતત મોબાઈલ ઉપર સંપર્કમાં રહેલ અને પ્લાન મુજબ અફઝલ શેખનાએ તેના સાગરીતો પ્રજ્ઞેશ દિલીપભાઈ ગામીત રહે.તાડકુવા જી.તાપી તથા અન્ય સાગરીતો સાથે મળી પોતાના કબ્જાના ખંડેર મકાનમા બિલાલ ઉર્ફે ચાંદીનુ ગળુ કાપી ખુન કરી નાખેલ, જે દરમ્યાન સતત પોતે આરોપી અફઝલ સાથે મોબાઈલ ઉપર સંપર્કમા હતો, અને બિલાલ ઉર્ફે ચાંદી નુ ખુન કર્યા બાદ આરોપી અફઝલ હાજી શેખ નાએ વોટ્સએપ એપ્લીકેશનમા વિડીઓ કોલ કરી, ખુન કરેલ જે બતાવતા જેના સ્ક્રીન સોર્ટ મોબાઈલમાં પાડેલ, અને સોપારી પેટે નક્કી કરેલ બાકીના રૂપીયા માંગતા ખરેખર બિલાલ ઉર્ફે ચાંદી સૈયદનુ ખુન કરેલ છે કે કેમ ?. જેની ખરાઈ કર્યા બાદ રૂપીયા આપવાનુ જણાવી પોતાના જમાઈ અસ્લમ હાજીભાઈ શેખ સાથે રાત્રીના આશરે દોઢ-બે વાગ્યાના સુમારે સુરતથી પોતાની હ્યુન્ડાઈ ક્રેટા કાર લઈ ઉચવાણગામે ગયેલ, અને જે જગ્યાએ બિલાલ ઉર્ફે ચાંદીનુ ખુન કરેલ જે જગ્યાએ જઈ, લાશ વેરીફાઈ કર્યા બાદ આરોપી અફઝલ હાજી શેખને રૂ.૩,૭૦,૦૦૦/- આપી, ત્યારબાદ અઝહરૂદીન ઉર્ફે અજ્જુ લીંબાયત નો હોય જે કોઈને આ વાત ની જાંણ કરી ન દે તે માટે તેને પણ મારી નાખવાનુ જણાવી બધાએ ભેગા મળી આ અઝહરૂદીન ઉર્ફે અજ્જુ શેખનુ પંણ ખુન કરી નાખેલ હતુ, અને બાદ ત્યાથી પોતાના જમાઈ અસ્લમ હાજી શેખ સાથે પરત સુરત આવી ગયેલ હોવાની હકિકત જણાવેલ.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
