<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

સાર્વત્રિક વરસાદ માટે ગુજરાતે ૨૦ જુન સુધી રાહ જોવી પડશે

જો કે આજથી ૫ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્‍ટ્રમાં હળવા ભારે વરસાદની આગાહી

રાજકોટ, તા.૧૪: ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. જોકે સાર્વત્રિક વરસાદ માટે ૨૦ જૂન સુધી રાહ જોવી પડી શકે છે. પવનની ગતિ ધીમી હોવાથી ચોમાસું ધીમે-ધીમે ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન  સુરત, નવસારી, વલસાડ, ડાંગ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ અને મહિસાગર સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્‍યમ વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ૧૪ જૂનના રોજ મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર,   સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જ્‍યારે ૧૫ જૂનના રોજ છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થઇ શકે છે.

૧૬ જૂનના રોજ ગીર સોમનાથ, નવસારી અને વલસાડ, ૧૭ અને ૧૮ જૂનના રોજ ગીર સોમનાથ અને વલસાડ જ્‍યારે ૧૯ જૂનના રોજ અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ થવાની શકયતા છે

(1:54 PM IST)