<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

પ્રવાહમાં પ્રવેશ માટે બેઝીક ગણીત સાથે પાસ થયેલ વિદ્યાર્થીની કસોટી લેવાશે

ધો. ૧૦માં બેઝીક ગણીત સાથે પાસ વિદ્યાર્થીને સાયન્‍સમાં પ્રવેશ માટે માર્ગદર્શીકા જારી

અમદાવાદ તા. ૧૪ : ધો. ૧૦માં બેઝીક ગણીત સાથે પાસ વિદ્યાર્થીને સાયન્‍સમાં પ્રવેશ માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવ્‍યું છે. ધો. ૧૧ વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ માટે બેઝીક ગણીત સાથે પાસની પરીક્ષા લેવાશે.

ᅠધોરણ-૧૦માં બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓને પણ ધોરણ-૧૧ સાયન્‍સમાં તમામ ગ્રૂપમાં પ્રવેશ માટે લેવામાં આવેલા નિર્ણય બાદ શિક્ષણ બોર્ડ દ્વારા પ્રવેશ માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં ધોરણ-૧૧ સાયન્‍સમાં પ્રવેશ આપવા માટે વિદ્યાર્થીઓની ક્ષમતા અને યોગ્‍યતા નક્કી કરી પ્રવેશ આપવાનો રહેશે. આ માટે ધોરણ-૧૦માં બેઝિક ગણિતમાં કૃપા ગુણ સિવાય ૩૩ ટકાથી વધુ ગુણ મેળવેલા હોવા જરૂરી છે. ઉપરાંત વિદ્યાર્થીઓની ક્ષમતા ચકાસવા માટે શાળા કક્ષાએ ગણિત સ્‍ટાન્‍ડર્ડના પરિરૂપમાં સામેલ એકમોનો સમાવેશ કરી ૩૦ ગુણની પરીક્ષા લેવાશે, જેમાં ૩૩ ટકા ગુણ લાવનાર વિદ્યાર્થીને A અને AB ગ્રૂપમાં પ્રવેશ અપાશે. ઉપરાંત પ્રવેશ મળ્‍યા બાદ પણ વર્ષ દરમિયાન વિદ્યાર્થીનું ગણિતનું સમયાંતરે મુલ્‍યાંકન કરાશે.

બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની ક્ષમતા અને યોગ્‍યતા નક્કી કરવા માટેના નિયમો પણ બનાવ્‍યા છે, જેથી સ્‍કૂલોએ તેને અનુસરીને પ્રવેશ આપવાનો રહેશે. જેમાં વિદ્યાર્થીએ ધોરણ-૧૦ બેઝિક ગણિતમાં કૃપા ગુણ સિવાય ૩૩ ટકાથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. શાળાએ ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીની ક્ષમતા ચકાસવા માટે ધોરણ-૧૦ના સ્‍ટાન્‍ડર્ડ ગણિતના પ્રશ્નપત્ર પરિરૂપમાં સામેલ એકમોનો સમાવેશ કરી ઉમેદવારની ૩૦ ગુણની કસોટી શાળા કક્ષાએ લેવાની રહેશે. આ કસોટીમાં ૧૫ ગુણ બહુવિકલ્‍પિય પ્રશ્નો અને ૧૫ ગુણના વર્ણનાત્‍મક પ્રશ્નોનો સમાવેશ કરી પ્રશ્નપત્ર શાળા કક્ષાએ તૈયાર કરવાનું રહેશે. આ ટેસ્‍ટમાં ૩૩ ટકા ગુણ મેળવનારા વિદ્યાર્થી જ ᅠધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-A અથવા ગ્રૂપ-AB માટે યોગ્‍ય ગણાશે.

વિદ્યાર્થીઓના ધોરણ-૬થી ધોરણ-૧૦ના પરિણામના આધારે વિદ્યાર્થીની ગણિત વિષયની ક્ષમતાને જાણીને ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-A અથવા ગ્રૂપ-AB માટે વિદ્યાર્થીની રૂબરૂ મુલાકાત કરીને તેની ગણિત વિષયની રસ, રૂચિ અને વલણની જાણકારી મેળવી તેઓની ક્ષમતા અને યોગ્‍યતા મુજબ પ્રવેશ આપવામાં આવશે. શાળા કક્ષાએ ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહના અભ્‍યાસ દરમ્‍યાન ઉમેદવારનું ગણિત વિષય સંબંધિત મૂલ્‍યાંકન સમયાંતરે કરવાનું રહેશે. ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ગ્રૂપ-A અથવા ગ્રૂપ-ABમાં પ્રવેશ માટેના આ નિયમો શાળાએ વિદ્યાર્થીઓ અને તેના વાલીને જણાવવાના રહેશે અને તે નિયમો તેઓને બંધનકર્તા રહેશે

(2:40 PM IST)