News of Friday, 14th June 2024
૧૦ વર્ષમાં અમદાવાદમાં પપ૦૦૦ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી
સરકારી શાળાઓ પ્રત્યેનું વધી રહ્યું છે વલણઃ સરકારની યોજનાઓ, વધુ પ્રશિક્ષિત શિક્ષકોથી વાલીઓનો વધ્યો વિશ્વાસ

અમદાવાદ તા. ૧૪: શહેરમાં છેલ્લા ૧૦ વર્ષોમાં પપ૦૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ખાનગી પ્રાથમિક શાળા છોડીને સરકારી શાળાઓમાં એડમીશન લીધું છે. સરકારી શાળાઓમાં શૈક્ષણિક સુવિધાઓ વધવાના કારણે આ તસ્વીર બદલાઇ છે. આંકડાઓ અનુસાર, અમદાવાદ શહેરમાં વર્ષ ર૦૧૪-૧પમાં ૪૩૯૭ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો હતો.
આ સંખ્યા ર૦૧પ-૧૬માં પ૪૮૧, ર૦૧૬-૧૭માં પ૦૦પ, ર૦૧૭-૧૮માં પર૧૯, ર૦૧૮-૧૯માં પ૭૯૧ હતી. જો કે કોરોના દરમ્યાન ર૦૧૯-ર૦માં પર૭ર અને ર૦ર૦-ર૧માં ૩૩૩૪ બાળકોએ સરકારી શાળામાં એડમીશન લીધું જે અપેક્ષા કરતાં ઓછું હતું. ત્યાર પછી ર૦ર૧-રરમાં ૬ર૮૯, ર૦રર-ર૩માં ૯પ૦૦ અને ર૦ર૩-ર૪માં પ૩૧પ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં ગયા હતા.
અમદાવાદ મનપાના શાસનાધિકારી ડો. એલ. ડી. દેસાઇએ આ બાબતે જણાવ્યું કે રાજય સરકારની વિવિધ યોજનાઓની અસરથી આ શકય બન્યું છે. આ યોજનાઓમાં મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના જેવી ઘણી યોજનાઓ છે. આ ઉપરાંત વધુ પ્રશિક્ષિત શિક્ષકો, સ્માર્ટ શાળાઓ, આધુનિક કોમ્પ્યુટર અને સાયન્સ લેબ જેવી સુવિધાઓ છે. સ્કિલ ડેવલપમેન્ટ, માળખાગત સુવિધાઓના કારણે પણ વાલીઓમાં સરકારી શાળા પ્રત્યે વિશ્વાસ ઉત્પન્ન થયો છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
