News of Friday, 14th June 2024
ગુજરાતના અનેક વિદ્યાર્થીઓએ પણ ફરી આપવી પડશે નીટની પરીક્ષા
સુપ્રીમ કોર્ટના આદેશથી ગ્રેસિંગ માર્કસ રદ્દ કરવામાં આવ્યા હતા

અમદાવાદ, તા.૧૪: નીટ પરીક્ષામાં NTA દ્વારા અપાયેલા ગ્રેસિંગ માર્કસ સુપ્રિમકોર્ટના આદેશથી રદ્દ કરવામા આવ્યા છે અને હવે ગ્રેસિંગ રદ્દ થતા ફેઈલ થનારા વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાનાર છે ત્યારે ગુજરાતમાં પણ અનેક વિદ્યાર્થીઓને ફરી નીટ આપવી પડી શકે છે.
આ વર્ષે ગુજરાતમાં વિદ્યાર્થીઓ વધતા ૮૮૦૨૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.જેમાંથી ૮૬૨૪૨ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી ૫૭૧૯૭ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા છે.ટોપ ૧૦૦ રેન્કમાં ગુજરાતના ૬ વિદ્યાર્થી હતા અને જેમાં ૪ વિદ્યાર્થીને તો પુરા ૭૨૦ માર્કસ મળતા ફર્સ્ટ રેન્ક હતો.
નીટ પરીક્ષાને લઈને આ વર્ષે અનેક વિવાદ સામે આવ્યા છે અને મોટા પાયે ગેરરીતિની ફરિયાદો ઉઠી છે.દરમિયાન સુપ્રિમકોર્ટમાં ફરી પરીક્ષાની માંગ સાથે થયેલી પીટિશનમાં સુપ્રિમે ફરી પરીક્ષાની માંગને નકારી કાઢી છે પરંતુ NTA દ્વારા ૧૫૬૩ વિદ્યાર્થીઓને ખોટી રીતે ગ્રેસિંગ અપાયુ હોવાનું સ્વીકારાતા સુપ્રીમકોર્ટે ગ્રેસિંગ રદ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રિમકોર્ટના આદેશને પગલે જે ૧૫૬૩ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્કસ મળ્યા હતા તેઓના ગ્રેસિંગ માર્કસ રદ કરાયા છે, અને હવે સુપ્રિમકોર્ટના આદેશથી ફરી નીટ પરીક્ષા લેવાનાર છે. જે ૨૩મી જુને લેવાશે. ફરી પરીક્ષાનું પરિણામ ૩૦મી જુન સુધીમાં જાહેર કરવામા આવનાર છે.ફરીથી પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને થોડા દિવસમાં ઈપ્રમેઈલથી જાણ કરવામા આવનાર છે. જે ૧૫૬૩ વિદ્યાર્થીના ગ્રેસિંગ માર્ક રદ્દ થયા છે તેઓમાં અનેક વિદ્યાર્થી ગુજરાતના પણ હોવાનો અંદાજ છે. ગ્રેસિંગ માર્કસ રદ્દ થતા અનેક વિદ્યાર્થીઓ પાસમાંથી ફેઈલ થઈ જશે. કારણકે ગ્રેસિંગ માર્કસથી ઘણા વિદ્યાર્થી પાસ થયા છે. ફેઈલ થનારા વિદ્યાર્થીઓમાં અનેક વિદ્યાર્થી ગુજરાતના પણ છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
