News of Friday, 14th June 2024
ભીષણ ગરમીમાં બાઇક પર પ૦ દિવસમાં પુરી કરી ૧ર જયોતિર્લીંગ અને ચારધામની યાત્રાઃ બાળ યૌન શોષણ મુદ્દે શિવદત્તે લોકોને કર્યા જાગૃત

વડોદરા તા. ૧૪: વડોદરાના માણેજા વિસ્તારના રહીશ યુવકે આવી પ્રચંડ ગરમીમાં પ૦ દિવસમાં બાઇકથી ૧ર જયોતિર્લીંગ, ચારધામની યાત્રા પુરી કરી છે. આ દરમ્યાન બાળ યૌન શોષણના મુદ્દા પર યુવક શિવદત્તે લોકોને જાગૃત કર્યા. બિહારના બોધગયાના મુળ નિવાસી બાઇકર યુવક શિવદત્તે કહ્યું કે કોરોના પછી તે વડોદરાના માણેજા વિસ્તારમાં રહેવા લાગ્યો. એક ખાનગી કંપનીમાં જર્મન ટ્રાન્સલેટર તરીકે કામ કરતા શિવદત્તને પહેલાથી જ રાઇડીંગમાં રસ હતો.
તેણે ર૧ એપ્રિલે વડોદરાથી ૧ર જયોતિર્લીંગ અને ચારધામની યાત્રા શરૂ કરી હતી. પ૦ દિવસમાં બાઇક પર યાત્રા દરમ્યાન ઘણા પડકારોનો સામનો તેણે કરવો પડયો. પ્રચંડ ગરમીમાં પણ તેમ છતાં ભગવાન શિવના આશીર્વાદથી કંઇના થયું. રસ્તામાં બાઇક ખરાબ ના થઇ કે પંચર પણ ના થયું.
યાત્રા દરમ્યાન, કેટલાય શહેરો, ગામડાઓ, રાજયોમાં શાળાઓ, કોલેજો, સંસ્થાઓમાં લોકોને બાળ યૌન શોષણ મુદ્દે જાગૃત કર્યા. બિહારમાં પોતાની શાળામાં તે મુખ્ય અતિથી તરીકે પહોંચ્યો હતો. ત્યાં પણ વિદ્યાર્થીઓને બાળ ાયૈન શોષણ અંગે માહિતી આપી હતી.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
