News of Friday, 14th June 2024
ખેડા પ્રાંત કચેરીની સરપ્રાઇઝ વિઝીટે ભૂપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રીને અચાનક ઓફિસમાં જોઇને પ્રાંત કચેરીના સ્ટાફને પણ પરસેવો વળી ગયો

રાજકોટ,તા. ૧૪: ગુજરાતમાં આ વખતે ભાજપને ૨૬ માંથી ૨૬ સીટ મળી નથી. ગુજરાતમાં ચાલેલા વિરોધ અને આંદોલનની અસર કયાંક ભાજપના મત પર પડી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપની ગુજરાતમાં જીત તો થઇ ગઈ પરંતુ તેમની સરકારના અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે બનેલી ઘટનાઓથી લોકોમાં હાલ રોષ છે. રાજકોટ અગ્નિકાંડની ઘટનાથી સરકારને એ ખબર પડી ગઈ કે કયાંક હવે અમારાથી કચાશ રહી ગઈ છે, અમારાથી ભૂલ રહી ગઈ છે. જે રીતે તેમાં એક બાદ એક ખુલાસાઓ થઇ રહ્યા છે તેનાથી હવે સરકારના અધિકારીઓના કામકાજની પોલ પણ ખુલી રહી છે. ત્યારે આ બધું જોતા હવે ગુજરાત સરકાર એકશન મોડમાં આવી ગઈ છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખેડાની પ્રાંત કચેરીની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા.છેલ્લા કેટલાક દિવસથી જયારથી દિલ્હીમાં મોદી સરકાર બની ત્યારથી જ ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારમાં ફેરફાર થવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં મુખ્યમંત્રી સહીત સરકાર હવે એકશન મોડમાં આવી ગઈ છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખેડા પ્રાંત કચેરીની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીને અચાનક ઓફિસમાં જોઈને પ્રાંત કચેરીના સ્ટાફને પણ પરસેવો છૂટી ગયો હતો.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
