<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

સીઆઇઆઇ, આઇટીસી હોટેલ્સ અને ઇએચએલ ગ્રુપ દ્વારા વીઇટી ઓફર

અમદાવાદઃ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) દ્વારા હાથ ધરવામાં આવેલા ભારતીય આતિથ્ય સત્કારમાં કૌશલ્ય વિકાસ માટે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત સ્વિટ્ઝર્લેન્ડની ઇએચએલ હોસ્પિટાલિટી બિઝનેસ સ્કૂલ દવારા ઓફર કરવામાં આવતો ૧૮ મહિનાનો વોકેશનલ એજયુકેશન એન્ડ ટ્રેનિંગ (વીઇટી) પ્રોફેશનલ ડિપ્લોમા પ્રોગ્રામ હવે આઇટીસી નર્મદા, અમદાવાદ ખાતે પહોંચાડવામાં આવશે. આઇટીસી મૌર્ય (નવી દિલ્હી), આઇટીસી રોયલ બંગાળ (કોલમાતા), આઇટીસી ગાર્ડનિયા (બેંગલુરૂ), આઇટીસી મરાઠા (મુંબઇ), આઇટીસી ગ્રાઉન્ડ ચોલા (ચેન્નાઇ), આઇટીસી રાજપૂતાના કજયપુર), આઇટીસી નર્મદા (અમદાવાદ) અને આઇટીસી કોહેનુર (હૈદરાબાદ) સહિત વિવિધ આઇટીસી લકઝરી પ્રોપર્ટીમાં વિદ્યાર્થીઓની નવી બેચનો સમાવેશ કરવામાં આવશે. જેમાં દરેક હોટેમલમાં પ૦ થી વધુ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે અને તાલીમ આપવામાં આવશે. સીઆઇઆઇએ ઇએચએલ પ્રોગ્રામ દ્વારા વીઇટીને સફળતાપૂર્વક પૂર્ણ કરવા પર તેના વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટની ખાતી આપી છે, જેને વિશ્વભરમાં તમામ મોટી હોસ્પિટલાલિટી ચેઇન્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે. તેમ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના સલાહકાર શ્રી પ્રવીણ રોયે જણાવ્યું હતું.

(4:05 PM IST)