<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ગુજરાતમાં ફાયર NOC માટે નવા નિયમોની તૈયારીઃ રિન્યુઅલની જવાબદારી પણ ચીફ ફાયર ઓફીસરને સોંપાશે

રાજય સરકાર દ્વારા કાયદા-નિયમોમાં ફેરફારની કવાયત શરૂ સ્ટેટ ફાયર ડાયરેકટોરેટમાં સતાધિકારોને લઈને વ્યાપક ફેરફારની તૈયારીઃ હાલ ખાનગી ફાયર ઓફિસરો મારફતે NOC રિન્યૂઅલની પ્રક્રિયા કરાઇ છે

ગાંધીનગર,તા.૧૪: ગુજરાતમાં ફાયરની NOCમાં નવા નિયમો આવશે. તેમજ રિન્યૂઅલની જવાબદારી ચીફની રહેશે. ગેમિંગઝોન, એમ્યુઝમેન્ટ પાર્કના રૂલ્સ બાદ હવે ફાયર તંત્રનો વારો આવ્યો છે. જેમાં સ્ટેટ ફાયર ડાયરેકટોરેટમાં સત્ત્।ાધિકારોને લઈને વ્યાપક ફેરફારની તૈયારી છે. પ્રથમ નવી NOC આપવી, નકારવા કે પૂર્તતાનો નિર્ણય ચીફ ફાયર ઓફિસર દ્વારા થાય છે.

ગેમિંગ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની મનોરંજન પ્રવૃતિઓ માટે ૭ સત્ત્।ાધિકારીની મંજૂરી, ના વાંધા પ્રમાણપત્રો- NOC, ચકાસણી સંદર્ભે ગૃહ વિભાગે ૬૨ પાનાના ડ્રાફટ રૂલ્સ જાહેર કરીને નાગરીકોના અભિપ્રાય માટે રજૂ કર્યા છે. હવે ફાયર તંત્રમાં પણ ઘડમૂળથી વ્યવસ્થા અને નિયમોના બદલાવ તરફ સરકાર આગળ વધી રહી છે. હાલમાં જે પ્રકારે ફાયર NOC અને રિન્યૂઅલમાં છટકબારીઓ છે તેના પુરવા સઘળી જવાબદારી ચીફ ફાયર ઓફિસરને સોંપવા સરકાર કાયદા અને નિયમોમાં ફેરફારની તૈયારી શરૂ થઈ છે.

વર્તમાનમાં કોઈ વેપારી કે રહેણાંકના એકમ સહિતના તમામ અરજદારોને ફાયર તંત્રની પ્રથમ મંજૂરી અર્થાત NOC સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસરને અધિકાર છે. એટલે કે, પ્રથમ નવી NOC આપવી, નકારવા કે પૂર્તતાનો નિર્ણય ચીફ ફાયર ઓફિસર દ્વારા થાય છે. પરંતુ એ જ NOC જયારે રિન્યૂઅલને તબક્કે આવે ત્યારે આ પ્રક્રિયા અને સત્ત્।ાધિકાર ચીફ ફાયર ઓફિસરને બદલે ખાનગી ફાયર ઓફિસરોને તબદિલ કરાયા છે ! પ્રાપ્ત માહિતી મુજબ ગતવર્ષે ડાયરેકટોરેટ ઓફ સ્ટેટ ફાયર પ્રિવેન્સન્સ સર્વિસ તરફથી પ્રાઈવેટ એજન્સીને નિયુકત કરીને ૨૫૦ જેટલા ખાનગી ફાયર ઓફિસરો મારફતે NOC રિન્યૂઅલની પ્રક્રિયાને અનુસરવામા આવે છે. જેનાથી ખરેખર મિલકત ચકાસણી થાય છે કે કેમ ? તેને લઈને સવાલો તો ઉભા થયા જ છે પરંતુ, રિન્યૂઅલ NOC પછી પણ આગ લાગવાના બનાવમાં અગ્નિશમન સાધનોનો ઉપયોગ ન થાય કે પછી આવા ઉપકરણોનું ન હોવુ કે વપરાશ યોગ્ય ન હોવુ તેવા તબક્કે જવાબદેહીને મુદ્દે દોષનો ટોપલો પ્રાઈવેટ એજન્સીની ઉપર થોપીને ડાયરેકટોરેટ ભર્યા તળાવમાથી કોરૂ નિકળી શકે છે. એથી, આ વ્યવસ્થા જ ચીફ ઓફિસરના તાબા હેઠળ મુજબ પ્રસ્તાવ હોવાનું જાણવા મળ્યુ છે.

(4:45 PM IST)