News of Friday, 14th June 2024
ટેકસેશન, રેગ્યુલેશન્સ અને ઇન્વેસ્ટમેન્ટ બદલતા ભારતના પરિપ્રેક્ષ્યમાંના વિશે કાલે લંડનમાં પ્રેઝન્ટેશન
દક્ષેશ કોઠારી અને રાજીત કોઠારી દ્વારા

અમદાવાદ : નોન રેસિડેન્ટ ઇન્ડિયન એનઆરઆઇ ને કોઈપણ જાતના નાણાંકીય વ્યવહારો કરતા પહેલા માર્ગદર્શન મેળવવું જરુરી છે જેવા કે બેન્કિંગ ના વ્યવહારો જેમાં નોન રેસિડેન્ટ ઇન્ડિયન ક્યાં પ્રકારના બેંક એકાઉન્ટ ખોલાવી શકે, ક્યાં પ્રકારના રોકાણ કરી શકે, રોકાણ પર મળતા વળતર પર ટેકસની જવાબદારી તેમજ ભારતની આવક વિદેશના કાયદા અંતર્ગત કઈ રીતે દર્શાવવી, નોન રેસિડેન્ટ ઇન્ડિયનની ભારતમાં થતી વિવિધ આવકો પર ટેકસ શું જવાબદારી ઉપસ્થિત થતી હોય, ભારતમાં રહેલ સ્થાવર મિલકતો ના વેચાણ માટે ક્યાં -કારની કાર્યવાહી કરવી પડે, ભારત માં રહેલ મિલકતોનું વિલ બનાવવું જેવા અનેકવિધ પ્રશ્નોના નિરાકરણ માટે યુ. કે. માં રહેતા નોન રેસિડેન્ટ ઇન્ડિયન માટે આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લી. દ્વારા ટેકસેશન, રેગ્યુલેશન્સ, અને ઇન્વેસ્ટમેન્ટ બદલતા ભારતના પરિપ્ર્રેક્ષ્યમાં ના વિષય પર પ્રેઝન્ટેશનનું આયોજન વિષય પર જાણીતા ટેકસ એન્ડ ફાઈનાન્સીઅલ કન્સલ્ટન્ટ અને આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લી. એમ. ડી. અને સી. ઈ. ઓ. શ્રી દક્ષેશભાઈ કોઠારી તથા સીએ રાજીત દક્ષેશભાઈ કોઠારીનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનું તા.૧૫ના રોજ લંડન, તા. ૧૮ના લેસ્ટર, તા. ૧૯ના ર્બમિંગહામ યુ. કે. ખાતે આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમના વકતા દક્ષેશભાઈ કોઠારીદ્વારા છેલ્લા ૧૭ વર્ષથી યુનિયન બજેટ પર અને નોન-રેસિડેન્ટ ઇન્ડિયન માટે છેલ્લા ૭ વર્ષથી ઈન્કમ ટેકસ તથા રોકાણનું આયોજન અને વારસાઈ હક્ક અંગેનું આયોજન જેવા અનેકવિધ વિષયો પર રાજકોટ તથા અમદાવાદ ખાતે સંખ્યાબંધ સેમિનારોને સંબોધિત કરેલ છે તેમજ આ કાર્યકમના બીજા વકતા સીએ રાજીત દક્ષેશભાઈ કોઠારી ડેલોઈટ ઇન્ડિયામાં મુંબઈ ખાતે ઇન્ટરનેશનલ ટેક્ષેસનમાંથી અનુભવ પ્રાપ્ત કરેલ છે. ડેલોઈટ ઇન્ડિયા દુનિયાની સૌથી મોટી ૪ ટેક્ષેસન ફર્મમાં સ્થાન ધરાવે છે. તદુપરાંત તેઓ સર્ટિફાઈડ ફાયનાન્સીલ પ્લાનર છે.
આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લી. ૨૪ વર્ષોથી રોકાણ ના ક્ષેત્રે તથા ટેક્ષેસન ના ક્ષેત્રમાં ૬૫ વર્ષથી રાજકોટ ખાતે કાર્યરત છે. આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લી. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ તથા ભારતની આર્થિક રાજધાની મુંબઈ ખાતે પણ ઓફીસ ધરાવે છે. આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લી. સાથે ભારત તથા વિશ્વના ટોચના દેશો જેવા કે યુ.એસ. એ. , યુ. કે. ,કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુ. એ. ઈ. , આફ્રિકા, વગેરેના ૫૦૦૦ થી વધારે સંતુષ્ટ રોકાણકારો સંકળાયેલા છે. આ રોકાણકારો માટે આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લી. એક ફેમીલી ઓફીસ જેમ કાર્ય કરે છે.
આ સેમિનાર માં મુખ્યત્વે નીચે મુજબના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.
(૧) ભારત હાલ વિકાસ પામતા રાષ્ટ્રમાંથી વિકાસશીલ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૪૭ સુધીમાં એટલે આવતા ૨૫ વર્ષોમાં ભારત સંપૂર્ણપણે વિકાસશીલ રાષ્ટ્ર બની જશે જે ભારતના આઝાદીના ૧૦૦ વર્ષ પુરા થશે . આ ૨૫ વર્ષ એ ભારત માટે અમૃતકાળ ગણાશે કારણકે આ ગાળામાં ભારતનો સર્વાંગી વિકાસ થશે અને આ ગાળા માં દરેક ભારતીયો અને નોન રેસિડેન્ટ ઇન્ડિયન એ આ વિકાસયાત્રામાં ભાગ લેવો જરૂરી બનશે.
(૨) નોન રેસિડેન્ટ ઇન્ડિયન માટે નિશ્ચિત વળતર આપતા રોકાણ માટેના વિકલ્પો અંગેની માહિતી તેમજ ભારતમાંથી વિદેશમાં માં ફંડ ટ્રાન્સફર કરવા અંગે કરવાની થતી કાર્યવાહી તથા કેટલી મર્યાદામાં દર વર્ષે આ રકમ મોકલી શકાય તે અંગેની માહિતી.
નોન રેસિડેન્ટ ઇન્ડિયનએ ભારતમાં સ્થાવર મિલકત રિયલ એસ્ટેટ માં રોકાણ કરવા માટે ફોરેન એક્ષચેન્જ મેનેજમેન્ટ એકટ (FEMA) અંતર્ગત ક્યાં નિયમો નું ધ્યાન રાખવું જોઈએ તેમજ સ્થાવર મિલકત ના વેચાણ કરતા સમયે ટેકસ ડીડકસન એટ સોર્સ ટીડીએસ ની જવાબદારી કેટલી થશે તે અંગેની માહિતી.
(૩) નોન રેસિડેન્ટ ઇન્ડિયન દ્વારા ભારતમાં ધંધો ક્યાં માળખા માં શરુ કરવો એટલે કે પ્રો-રાઈટરશીપ, ભાગીદારી, લીમીટેડ લાયબીલીટી (LLP) અને કંપનીમાં ફાયદાકારક રહેશે તે અંગેની માહિતી આપવામાં આવશે તેમજ અમુક ક્ષેત્રમાં ધંધો શરૂ કરવા માટે કાનૂની પ્રતિબંધો છે તેની માહિતી.
(૪) નોન રેસિડેન્ટ ઇન્ડિયન એ પોર્ટફોલીઓ મેંનેજમેન્ટ સર્વિસીઝમાં રોકાણ કરવા અંગેના નીતિ નિયમો તેમાં પર ટેકસ તથા ટેકસ ડીડકસન એટ સોર્સની જવાબદારી.
(૫) નોન રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) એ મ્યુચ્યુઅલ ફંડ અને અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF) માં રોકાણ કરવા અંગેના નીતિ નિયમો તેમાં પર ટેકસ તથા ટેકસ ડીડકસન એટ સોર્સ (TDS) ની જવાબદારી આ સહિત કુલ ૧૪ બાબતો અંગે માર્ગદર્શન આપશે.
આ પ્રેઝન્ટેશનનો લાભ લેવા માટે માટે મોં. , ૭૦૪૩૫ ૯૩૩૮૮, ૯૨૨૭૮ ૯૬૯૨૦ પર સંપર્ક કરી શકાય છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
