News of Friday, 14th June 2024
આગ લાગે કે દુર્ઘટના સમયે કયા પગલા લેવા કોઇને સમજ કે જાણ જ નથી હોતીઃ હાઇકોર્ટની ટકોર : જૂઓ વિડિયો
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ માકલે ચિફ જસ્ટીસે કહયુ

અમદાવાદ, તા. ૧૪ : રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલો ચીફ જસ્ટિસે હાઈકોર્ટમાં સુનાવણીમાં મોક ડ્રીલ અંગે ટકોર કરી હતી. હાઈકોર્ટે ટકોર કરતા કહ્યુ કે આગ લાગે કે દુર્ઘટના સમયે કયા પગલા લેવા તેની કોઇને સમજ કે જાણ જ નથી તે બાબતને ઉજાગર કરતા હાઇકોર્ટે કહ્યુ કે, શાળાઓમાં મોકડ્રીલ થતી નથી, હાઇકોર્ટમાં પણ મોક ડ્રીલ જોઈ નથી. જો આગ લાગે તો શું કરવું તેની કોઇને ખબર જ નથી હોતી.
મોકડ્રીલ થાય તો પણ શનિવારે થાય છે જેનો કોઇ અર્થ જ સરતો નથી. આગ લાગે તો ફાયર ફાઇટર તે સ્થળ સુધી પહોંચી શકશે કે નહીં તે અંગેની કોણ તપાસ કરશે? અધિકારીઓને પણ આડે હાથે લેતા હાઇકોર્ટે ટકોર કરી કે મોટા અધિકારીઓ સામે પગલાં લઇને દાખલો બેસાડવો પડશે. હેડ ઓફ ઇન્સ્ટીટયુશન હોવાને કારણે તમામ ઘટનામાં કમિશનર જ જબાવદાર ગણાશે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
