<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

નર્મદા જિલ્લામાં બે બનાવોમાં મહિલા અને પુરૂષે ઝેરી દવા પી લેતા બંનેનું મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં બે અલગ અલગ બનાવોમાં એક મહિલા અને પુરુષ એ ઝેરી દવા પી લેતા બંનેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
  મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જંતર ગામમાં બનેલી ઘટના માં તારાબેન સુનીલભાઇ વસાવા ઉ.વ.૧૯ નાઓએ તા.૧૨/૦૬/ ૨૦૨૪ ના રોજ સાંજના જમવાનું બનાવેલ ન હોય જે બાબતે તેના પતિ સુનીલભાઇ કેમજાભાઈ વસાવા નાઓએ જમવાનુ બનાવવા કહેતા મનમા લાગી આવતા  તા.૧૩/૦૬/ ૨૦૨૪ ના સવારના કપાસમાં છાંટવાનો પાવડર ખાઇ જતા તેમને તિલકવાડા સરકારી દવાખાનામાં પ્રાથમીક સારવાર કરાવી ત્યાંથી વધુ સારવાર માટે રાજપીપલા સરકારી દવાખાના ખાતે લઇ જતા દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.
   બીજી ઘટના નાંદોદ તાલુકાના કણપોર ગામની સીમમા બની જેમાં મરનાર સુરેન્દ્રભાઈ મગનભાઈ વસાવા (ઉવ.૪૦)(રહે.કણપોર, નીચલુ ફળીયુ, તા.નાંદોદ, જીલ્લો-નર્મદા) નાઓ ગઈ તા.૧૨/૦૬/૨૦૨૪ ના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામાં તેમની પત્ની સાથે દવાખાને જવા બાબતે સામાન્ય બોલાચાલી થયેલ જેથી મરનારને મનમાં લાગી આવતા ઘરેથી નીકળી ગયા હતા ત્યારબાદ  કણપોર ગામ તથા તરોપા ગામની વચ્ચે રોડ ની બાજુમાં ઝેરી દવા પીધેલી હાલતમાં બેભાન અવસ્થામાં મળી આવતા તેમને સારવાર માટે રાજપીપળા સરકારી દવાખાને લાવતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા. ઉપરોક્ત બંને ઘટના માં તિલકવાડા અને આમલેથા પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


 

(10:00 PM IST)