News of Friday, 14th June 2024
ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ખુલી પણ સ્કૂલવાનોના ચેકીંગને કારણે બાળકોની પાંખી હાજરી
90 ટકા CNG સ્કૂલવાનો હોય પોલીસ ચેકિંગમાં મોટો દંડ ના ફટકારે એવો ફાફળાટ : સોમવારથી નિયમિત થાય એવી શક્યતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજકોટના અગ્નિકાંડને લઈને સતર્ક બનેલા સરકારી વિભાગો હવે દુર્ઘટનાઓ ટાળવા આગોતરું આયોજન કરવા કમર કસી છે. ત્યારે 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ શૈક્ષણિક સત્ર શરૂ થયું છે પરંતુ પ્રથમ બે દિવસના શાળાઓમાં બાળકોની સંખ્યા પાંખી જોવા મળી, કારણ જાણતા ખબર પડી કે પોલીસ અને RTO ને જિલ્લા કલેક્ટરની મળેલી સૂચના પ્રમાણે CNG ગેસ કીટ વાળી વાનોનું ચેકીંગ કરી જે કાયદેસરની હોય અને ઓવરલોડ બાળકોના ભરે જે બાબતનું ચેકીંગ કરતા શાળાઓ ખુલી પરંતુ એક પણ સ્કૂલ વાન સ્કૂલોમાં જોવા મળી નહિ અને વાલીઓ જાતે સ્કૂલો પર બાળકોને મુકવા ગયા, સ્કૂલવાન ચાલકો સોમવારથી રેગ્યુલર થશે એવી માહિતી મળી છે ત્યાં સુધી પોલીસ અને RTO ની માંગણી પ્રમાણેના સર્ટિફિકેટ લેવા જરૂરી બન્યા છે.
પોલીસ અને RTO દ્વારા ચેકીંગ કરવામાં આવતા 8 થી 10 સ્કૂલવાનો ઝડપાઇ જોકે ચેકીંગ કરતા બધું બરોબર હતું. આ અગાઉ ARTO કચેરી ખાતે સ્કૂલવાન ચાલકો ની એક બેઠક કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે RTO પાસિંગ વાળી ગેસકીટ, સાથે જરૂરીયાત મુજબના નિયમ પ્રમાણે બાળકો બેસાડવા સહિતની સૂચનાઓ આપી હતી. હવે સ્કૂલવાન ચાલકો મુશ્કેલી માં મુકાયા છે કે જો નિયમ પાળવા જાય તો તેમને નહી પોસાય, અને વાન ફી વધારવામાં આવે તો વાલીને ના પોસાય હવે કરે તો શું કરે તેવા સવાલ ઊભા થયા કેમ
સ્કૂલવાન ની ફી વધવાની શક્યતાઓ
રાજકોટ અગ્નિકાંડને કારણે ફાયર સેફ્ટિનેં લઈને કડક બનેલી સરકાર અલગ અલગ એક્સનો લઇ રહી છે.. હાલમાં સ્કૂલો ખુલતા સ્કૂલ વાનો પર તવાઈ લાવી રહ્યા છે અને RTO મંજૂરી બાદ બાળકોને બેસાડવા સૂચના મળી, જરૂરી સુવિધાઓ ગાડીમાં રાખવાની પણ સૂચનાઓ મળી હોય સ્કૂલ વાન વાળા 500 - 700 ની જગ્યાએ 1000 -1200 રૂપિયા સુધી ભાડું વધારી શકે છે. એટલે વાલીઓ પર બોજ પડશે એ વાત નક્કી છે.
નર્મદામાં ફાયર સેફટી કચેરીનો અભાવ
નર્મદા જિલ્લો અલગ થયો ત્યારથી અત્યાર સુધી કોઈ ફાયર સેફટીની કચેરી નથી પહેલા લોકો ફાયર સેફટી અંગેનું સર્ટી લેવા જતા હતા બાદમાં સુરત ખાતેની કચેરીએ જવું પડે છે..તક્ષશિલા કાંડ બાદ સુરત ફાયરસેફટી અંગે અનેક એકશનો લેવાઈ બાદમાં પાલિકામાં એક એજન્સી નિમાય એક વ્યક્તિ ફાયર સેફટી ના ચેકીંગથી લઈને સેફટી સર્ટિફિકેટ મેળવી આપે છે પરંતુ આવી કોઈ ઘટના બને ત્યારે જ ચેકીંગ થાય છે. બાકી રામ રાજ પ્રજા સુખી જેવો ઘાટ જોવા મળે છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
