News of Friday, 14th June 2024
આમલેથા પંચાયતમાં આવતા ગામોને જોડતા રસ્તાઓ બનાવવામાં મોટો ભ્રષ્ટાચારના થયાની રજૂઆત
રસ્તાની મંજુર થયેલ લંબાઈ અને પહોળાઈ 1 Km થી પણ વધુનો રસ્તો બનાવવામાં જ નથી આવ્યો અને પહોળાઈ પણ સાકળી રાખવામાં આવી હોવાની રજૂઆત

(ભરત શાહ દ્વારા) :રાજપીપળા:નર્મદા જિલ્લાનાં અંતરીયાળ વિસ્તારનાં આદિવાસીઓને જિલ્લા મથક સુધી પહોંચવા માટેના રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા જે હાલમાં મંજુર થઈને બની રહ્યા છે પરંતુ આ કામગીરી માં કોન્ટ્રાકટર દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લો એ 90 % આદિવાસી બહુલ્ય જિલ્લો છે, જેમાં શિક્ષણના અભાવના કારણે અને માહિતીના અભાવના કારણે બહાર ના લોકો ખુબ મોટા પાયે પોતાના હક પર તરાપ મારી જાય છે.
રસ્મિતાકુમારી ડી. વસાવા, આરોગ્ય સમિતિ ચેરમેન એ માર્ગ મકાન વિભાગના રજૂઆત કર્યા મુજબ આમલેથા જિલ્લા પંચાયતમાં આવેલ આમલી, નામલગઢ અને ગાગરને જોડતો રસ્તો જેમાં રીસરફેસીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગનું કામ ૬/૪૦૦ કી.મિ.છે.જે દર્શાવેલ કિલોમીટર કરતા અધુરો અને પહોળાઈ પણ ખુબજ ઓછી છે. તેમજ હલકી ગુણવત્તાવાળા રસ્તા બનાવેલ છે. આ ઉપરાંત ચિત્રોલ, મયાસી અને કણપોરને જોડતો રસ્તો રીસરફેસીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગનું કામ ૭/૨૯૦ કી.મિ. થયેલ છે. જેમાં ૬૫૭.૩ મીટરનું રસ્તાનું કામ થયેલ નથી. તેમજ હલકી ગુણવત્તા વાળો માલ મટેરિયલ નાખીને બનાવેલ છે. તેમજ જિલ્લાનાં મુખ્ય માર્ગથી પલસી અને બીતાડા ગામને જોડતો રસ્તો રીસરફેસીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગનું કામ થયેલ છે. જે અધૂરું અને હલકી ગુણવત્તાવાળું હોય આ બાબતે સંપૂર્ણપણે તપાસ થાય તેમજ સંપૂર્ણ ચકાસણી પૂર્ણ થાય ત્યાર પછી જ બીલોની ચુકવણી થાય તેવી રજૂઆત કરવામાં આવી છે
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
