<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અનાથ બહેનોને દોરડા વડે માર મારતા બાળ વિભાગે દરમિયાનગીરી કરી

થોડાક દિવસ પહેલા એક યુવતીએ કેનાલમાં કૂદી આપઘાત કરતાં તેની માતાએ રિશ રાખી આનાથ બહેનોને મારી:માતા પિતાની છત્રછાયા ગુમાવનાર બે સગીર બહેનોને આપઘાત કરનાર યુવતીની માતા અને મામાએ ઢોર માર માર્યો:બાળ વિભાગની ટીમ બંને બહેનોને સુરક્ષિત જગ્યાએ લાવી જરૂરી કાર્યવાહી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામમાં બે અનાથ સગીર વયની બહેનોને ઢોર માર મારતા બાળ વિભાગે આ કેસમાં દરમિયાનગીરી કરી છે
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર થોડાક દિવસ પહેલા નાંદોદ તાલુકાના એક ગામની યુવતીએ કેનાલમાં કૂદી આપઘાત કર્યાની ઘટના બની હતી જેમાં આપઘાત કરનાર યુવતી સાથે ફરતી આ બે અનાથ બહેનો તેના આપઘાત માટે જવાબદાર છે તેવું માની આપઘાત કરનારની માતા પુષ્પાબેન અને મામા રાજુભાઈએ ગતરોજ બે અનાથ બહેનોને દોરડા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી ત્યારબાદ આ બાબતની જાણ બાળ વિભાગને થતા બાળ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બંને સગીર બાળાને લઈ આમલેથા પોલીસ મથકે ગઈ અને ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી, ત્યારબાદ આ બંને અનાથ સગીર બહેનો પર ફરી હુમલો ના થયા એ માટે બાળ વિભાગ ની ટીમ બંને બહેનો ને સુરક્ષિત જગ્યા પર રાખી છે.
આમલેથા પીએસઆઈ રાઠોડના જણાવ્યા મુજબ અમે અરજી લીધી છે અને પુષ્પા તથા રાજૂ સામે કાર્યવાહી કરી છે, ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે આમલેથા પોલીસે આ ગંભીર બાબત હોવા છતાં તેની ગંભીરતા નહિ લઈ ફરિયાદ નહિ દાખલ કરી ફક્ત અરજી પર કામ કેમ ચલાવ્યું..? શું કોઈ રાજકીય કે અન્ય દબાણ હતું..?

(10:18 PM IST)