News of Friday, 14th June 2024
નર્મદા જિલ્લા સેવાસદન ખાતે “વિશ્વ રક્તદાતા દિવસ” ની ઉજવણી કરાઈ
અધિકારી-કર્મયોગીઓએ રક્તદાન જાગૃત્તિના સામૂહિક શપથ લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીનો મુખ્ય આશય લોકોને રક્તદાન માટે જાગૃત કરવાનો છે. રક્તદાનથી કેટલાંય લોકોને નવજીવન આપી શકાય છે. ત્યારે નર્મદા જિલ્લા સેવાસદનના પટાંગણમાં નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) એન.એફ.વસાવા અને જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી.ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા વિવિધ વિભાગોના કર્મયોગીઓએ લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવા તેમજ પોતે પણ રક્તદાન કરીને જરૂરિયાત મંદ લોકોને નવજીવન આપવાના સામૂહિક શપથ લીધા હતા.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
