<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

નેત્રંગ-રાજપારડી રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું કરૂણ મોત

ભોટનગર પાસે ટ્રેક્ટર ચાલકે બાઇકસવાર બે યુવાનોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નેત્રંગ રાજપારડી માર્ગ ઉપર થયેલા અકસ્માત મનક યુવાનનું કરૂણ મોત નિપજતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે
   પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઝરીયા ગામમાં રહેતા નટુ છત્રસિંહ વસાવાનો પુત્ર અવિનાશ વસાવા (ઉ.૧૭) ગામના યુવાન રાહુલ શાંતિલાલ સાથે પ્રવીણ વસાવાની બાઇકનંબર જીજે-૧૬-સીએલ-૮૫૭૭ લઈ નેત્રંગ ખાતે પ્રવીણભાઈના ભાણેજને લેવા માટે નીકળ્યા હતા.તે દરમ્યાન નેત્રંગ-રાજપારડી માર્ગ ઉપર ભોટનગર ગામના બસસ્ટેન્ડ પાસે સામેથી પુરઝડપે ધસી આવેલ ટ્રેક્ટર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાતા બંને ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલીક સારવાર માટે ખાનગી વાહનમાં નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્યમાં સારવાર અથઁ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમ્યાન અવિનાશ વસાવાનું કરૂણ મોત નિપજતા પરીવારજનો માં શોક ફેલાયો હતો. નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી


 

(10:21 PM IST)