<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

રાત્રે અમદાવાદ ના અનેક વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદના ઝાપટા પડ્યા :વાતાવરણમાં ઠંડક પ્રસરી

એસ.જી.હાઈવે, મકરબા, વસ્ત્રાપુર, બોપલ, બોડકદેવ, એસજી હાઈવે, ગોતા, ઘાટલોડીયા, ચાંદલોડિયા, સેટેલાઈટ, રાણીપ, જગતપુર, શિવરંજની, વાડજ અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ :રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ બે દિવસથી આખા દિવસના અસહ્ય ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. આજે પણ રાતે 8 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો હતો.

   દિવસભર શહેરનું તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેતા બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. જો કે રાતે 8 વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડા પવનના સુસવાટા સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યાં હતા

  શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એસ.જી.હાઈવે, મકરબા, વસ્ત્રાપુર, બોપલ, બોડકદેવ, એસજી હાઈવે, ગોતા, ઘાટલોડીયા, ચાંદલોડિયા, સેટેલાઈટ, રાણીપ, જગતપુર, શિવરંજની, વાડજ અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં દિવસભરના ઉકળાટથી ત્રસ્ત શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(11:57 PM IST)