<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

૨૮થી વધુ તરકીબોનો ઉપયોગ કરી ગઠીયાઓ સાયબર ફ્રોડ આચરી નાણા ખંખેરે છેઃ ચેતતા રહો

સાયબર ક્રાઇમથી બચવા વધુ એક વખત પોલીસે શહેરીજનોને જાગૃત કર્યા જો ફ્રોડનો ભોગ બનો તો તુરંત હેલ્‍પ લાઇન નંબર ૧૯૩૦ ઉપર ફરિયાદ કરો ફેક આઇડેન્‍ટીટી, શેર માર્કેટ ફ્રોડ, ઓનલાઇન શોપીંગ, વિધાઉટ ઓટીપી, લોન એપ્‍લીકેશન, લીંક, જોબ ફ્રોડ, બૂકીંગ ફ્રોડ, લોટરી ફ્રોડ, પેન્‍સિલ જોબ ફ્રોડ, ઓએલએક્‍સ ફ્રોડ, ટાસ્‍ક ફ્રોડ, કસ્‍ટમર કેર ફ્રોડ, ન્‍યુડ વિડીયો કોલ ફ્રોડ, વિજળી બીલ પેમેન્‍ટ ફ્રોડ, ગીફટ ફ્રોડ સહિતના નુસ્‍ખાઓનો ગઠીયાઓ કરી રહ્યા છે છેતરપીંડી માટે ઉપયોગ

રાજકોટ તા. ૧૫: સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરીજનો સાયબર ફ્રોડથી બચી શકે તે માટે શહેર સાયબર ક્રાઇમ પોલીસે કેટલાક મહત્‍વના સુચનો કર્યા છે. સાયબર ગઠીયાઓ અનેક નવા નવા નુસ્‍ખાઓને ઉપયોગ કરી લોકો સાથે ફ્રોડ કરે છે. ગઠીયાઓ ૨૮થી વધુ પ્રકારે લોકોને છેતરીને તેમના બેંક એકાઉન્‍ટ ખાલી કરી નાખતા હોય છે. કઇ કઇ રીતે ફ્રોડ થાય છે તેની વિગતો પોલીસે જાહેર કરી છે.

સાયબર ગઠીયાઓ મુખ્‍યત્‍વે સ્‍ટોક માર્કેટમાં ઈન્‍વેસ્‍ટમેન્‍ટમાં ઉંચા વળતરની લાલચ આપી અને  ઓનલાઈન ટાસ્‍ક પુરા કરવાની લાલચ આપી સાયબર ફ્રોડ વધુ ને વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસે ગઠીયાઓ કઇ રીતે ફ્રોડ કરે છે તેની યાદી જાહેર કરી છે. આથી લોકો માહિતગાર થઈ ઠગાઇનો ભોગ બનતા અટકી શકે.

  જેમાં  ફેક આઈડેન્‍ટીટી, ઈન્‍વેસ્‍ટમેન્‍ટ (શેર માર્કેટ ફ્રોડ), ક્રેડિટ કાર્ડ-ડેબીટ કાર્ડ ફ્રોડ, ઓનલાઈન શોપીંગ ફ્રોડ, વીથ અને  વિધાઉટ ઓટીપી ફ્રોડ, લોન એપ્‍લીકેશન ફ્રોડ, લીન્‍ક દ્વારા ફ્રોડ, બુકીંગ ફ્રોડ, ફેક સોશિયલ મીડિયા એકાઉન્‍ટ અને આઈડી બનાવી ફ્રોડ, ટાસ્‍ક ફ્રોડ, કસ્‍ટમર કેર ફ્રોડ,ન્‍યૂડ વીડિયો કોલ ફ્રોડ, પેન્‍સિલ જોબ ફ્રોડ, ઓએલએકસ ફ્રોડ, કેશબેક ફ્રોડ, કેવાયસી ફ્રોડ, ગિફટ ફ્રોડ, લોટરી ફ્રોડ, ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ ફ્રોડ, એસ્‍કોટીંગ ફ્રોડ, ઈન્‍શયોરન્‍સ પોલીસી ફ્રોડ, ઈલેટ્રિકસિટી બીલ પેમેન્‍ટ ફ્રોડ, મેટ્રીમોનીયલ ફ્રોડનો સમાવેશ થાય છે. 

સાયબર ક્રાઈમ પોલીસે વધુ એક વખત  લોકોને અજાણી લીન્‍ક નહીં ખોલવા ઉપરાંત અજાણી વ્‍યક્‍તિને ઓટીપી નહીં આપવાની સાથે શેર બજારમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં કોઈ એપ્‍લીકેશન ડાઉનલોડ નહીં કરવા અનુરોધ કર્યો છે.  તેમજ જો કોઇપણ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરના હેલ્‍પલાઇન નંબર-૧૯૩૦ ઉપર ઓનલાઇન ફરિયાદ કરવી.

(10:33 AM IST)