News of Saturday, 15th June 2024
ગાંધીનગર સેક્ટર 14માં 12 વર્ષની બાળકી કોલેરાગ્રસ્ત : તંત્ર હરકતમાં :સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરુ
12 વર્ષની બાળકી કોલેરાગ્રસ્ત થઇ જ્યારે ઝાડા ઉલટીના નવા 24 કેસ મળી આવ્યા

ગાંધીનગર સેક્ટર 14 ગોકુળપુરા છાપરા વિસ્તારમાં રોગચાળો ફેલાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આ વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ કરીને ટેન્કર અને જગ મારફતે પાણીની સુવિધા આપવામાં આવી રહી છે. આરોગ્ય તંત્ર છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાંથી ઝાડા-ઉલટીના નવા 24 કેસ મળી આવ્યા હતા, જેમાંથી 12 વર્ષની એક બાળકીનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોકુળપુરા વિસ્તારમાં કોલેરાના કુલ 4 કેસ જોવા મળ્યા છે.
ઝાડા-ઉલટીના કૂલ 49 કેસ થયા છે, જેમાં હજુ વધારો થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે, કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા આ વિસ્તારમાં 390 જેટલા ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાંથી ક્લોરીનની 700 ટેબલેટ અને ORSના 500 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં હજુ પણ સર્વેલન્સની કામગીરી ચાલુ જ રાખવામાં આવશે.
સાથે જ 24 કલાકની OPD પણ ચાલી રહી છે. જેથી કરીને નાગરીકોને નાની-મોટી કોઈપણ તકલીફમાં તાત્કાલિક સ્થળ પર જ સારવાર મળી રહે. આરોગ્ય તંત્ર દ્વારા લોકોની સારવાર સાથે સમગ્ર પરિસ્થિતિમાં રાખવાની સાવચેતી અંગે પણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
