<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

અમદાવાદના વસ્ત્રાલમાં એક આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી

20 વર્ષીય યુવકે મહાદેવનગર મેટ્રો સ્ટેશન નજીક મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું

અમદાવાદના  વસ્ત્રાલમાં  એક આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. માહિતી મુજબ, 20 વર્ષીય યુવકે મહાદેવનગર મેટ્રો સ્ટેશન નજીક મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતા રામોલ પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. 

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક યુવકની ઓળખ 20 વર્ષીય ધ્રુવ પરમાર તરીકે થઈ છે. ધ્રુવ પરમાર અમરાઈવાડીનાં કાદરી વકીલની ચાલીનો રહેવાસી હતો.

(1:34 PM IST)