તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
‘નીટ'ના ૨૪ લાખ પરીક્ષાર્થીઓના ભાવિ સાથે કેન્દ્ર સરકારની રમત
કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીનો ગંભીર આક્ષેપ

અમદાવાદ,તા. ૧૫: ગુજરાત કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવકતા ડો. મનીષ દોશીના ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, NEET આપનાર ૨૪ લાખ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ સાથે કેન્દ્ર સરકાર રમત રમી રહ્યું છે. NEETમાં માર્ક્સ આપવાની પ્રક્રિયા પર મોટા પ્રશ્નાર્થ ઊભા થાય છે. કેન્દ્ર સરકાર એનરીએ (NTA) ના ખભા પર ભાર નાખીને જવાબદારી અને જવાબદેહીથી ભાગી રહી છે. શું ફચ્ચ્વ્ નું પેપર લીંક થયું હતું ? શું તેની તપાસ થઈ ? જો પેપર લીકની વાત સાચી ન હોય તો, પછી બિહાર પટણામાં FIR દાખલ થઈ, ૧૯ જણાની ધરપકડ કરવામાં આવી તેઓએ સ્પષ્ટ કહ્યું કે અમોને NEET પ્રશ્નપત્ર જવાબ સાથે આપી દેવામાં આવ્યું હતું તો પછી આ સમગ્ર બાબતે NTA અને કેન્દ્ર સરકાર કેમ ગંભીર નથી ? શા માટે છુપાવી રહ્યાં છે?
૨૪ લાખ વિદ્યાર્થીઓNEET આપે છે ત્યારે માર્કસ અને રેંકના આ ખેલમાં સફળતા માટે રાત દિવસ મહેનત કરનારના ભવિષ્ય સાથે રમત રમાઈ છે. અમુક માલેતુજારના લોકોના છોકરાઓને ડોક્ટર બનાવવા આ કૌભાંડ અંગે શિક્ષણ વિભાગ કેમ મૌન છે ? બીજી કઈ શાળાઓમાં સમગ્ર ગોઠવણો ગેરરીતી ચાલતી હતી ? NEET માટે રજિસ્ટ્રેશન ૯/૦૨/૨૦૨૪ થી ૯/૦૩/૨૦૨૪ જે પાછળથી ખાસ કિસ્સામાં ૧૬/૦૩/૨૦૨૪ રજિસ્ટ્રેશન વિન્ડો ખોલવામાં આવી ? NEET પરિણામ ૧૦ દિવસ પહેલા આપવા પાછળ NTA સત્તાધીશો કેમ જવાબ આપતા નથી ? લોકસભાના પરિણામના દિવસે જ પરિણામ જાહેર કરીને NEET ના પરિણામની ગેરરીતી-ગોટાળા છુપાવવાની યોજના હતી ? ‘પરીક્ષા પે ચર્ચા'કરતા પ્રધાનમંત્રી ૨૪ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડનારી NEET માટે ક્યારે ચર્ચા કરશે ?
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
